સુકમા,તા.૬
છત્તીસગઢના સુકમામાં નક્સલ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. નક્સલ ઓપરેશનમાં પોલીસ દ્વારા ૧૪ નક્સલીઓને ઠાર કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અથડામણ સુકમાના ગોલાપલ્લી અને કોંટા વિસ્તારના નુલકાતુંગ ગામમાં ચાલી રહી છે. જેમાં પોલીસે નક્સલીઓના મૃતદેહ જપ્ત કરવાની સાથે જ ૧૬થી વધારે હથિયાર પણ જપ્ત કર્યા છે.
અથડામણમાં નક્સલીઓના માર્યા જવાની પુષ્ટી કરતા સુકમા એસપી અભિષેક મીણાએ જણાવ્યુ કે સુકમાના નુલકાતુંગ ગામમાં ચાલી રહેલી અથડામણમાં ૧૪ નક્સલી માર્યા ગયા છે. અથડામણ દરમિયાન સેનાને ૧૬ વિદેશી હથિયાર પણ મળ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર જવાનોને ૨૦૦થી વધારે નક્સલીઓ હોવાની જાણકારી મળી હતી. જે બાદ ડ્ઢઇય્, જી્હ્લ અને ઝ્રઇઁહ્લની ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આ દરમિયાન જેવા જ સેના નુલકાતુંગ ગામની નજીક પહોંચ્યા નક્સલીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ.
જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ શરૂ કર્યુ અને ૧૪ નક્સલીઓને ઠાર કર્યા. ૧૪ નક્સલીઓના માર્યા ગયા બાદ પણ અત્યારે અથડામણ ચાલુ છે. મૃત માઓવાદીઓની સંખ્યા હજુ પણ વધી શકે છે.
મુખ્યમંત્રી રમણ સિંહે બે ઓઘસ્ટના રોજ નક્સલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નક્સલીઓ સરન્ડર કરી દે અથવા મરવા માટે તૈયાર રહે. ૩ ઓગસ્ટે સુકમામાં નક્સલીઓએ બેનર લગાવીને સ્વીકાર્યું હતું કે, એક વર્ષમાં ૨૦૬ નક્સલીઓને મારવામાં આવ્યા છે અને તેમાં ૭૨ મહિલાઓ હતી. સૌથી વધારે ૧૫૦ નક્સલીઓ દંડકારણ્ય વિસ્તારમાં મારવામાં આવ્યા છે.
૨ માર્ચે તેલંગાણા પોલીસની મદદથી છત્તીસગઢના બીજાપુરમાં ૬ મહિલા કમાન્ડર સહિત ૧૦ નક્સલીઓને મારવામાં આવ્યા હતા. ૨૨ એપ્રિલે પૂર્વી મહારાષ્ટÙના ગઢચિરૌલી જિલ્લામાં એન્કાઉન્ટર પછી ૩૭ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ૧૯ જુલાઈએ બીજાપુરમાં ૮ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




