કુલ ૨.૦૫ લાખ નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઈ રહ્ના છે
સુરત, તા.૨૩
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં બીઆરટીએસ અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખૂબ જ સારા પ્રમણમાં લાભ લેવામાં આવી રહેલ છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉત્તરો ત્તર વધારો થઈ રહેલ છે. હાલમાં બીઆરટીએસïના કુલ ૯ કોરિડોર મળીને આશરે દૈનિક ૧,૦૫,૦૦૦થી વધુ પેસેન્જરો તેમજ સીટી બસના કુલ ૩૫ રૂટ ઉપર આશરે દૈનિક ૧,૦૦,૦૦૦ પેસેન્જરો મળી કુલ ૨,૦૫,૦૦૦ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઈ રહેલ છે.
હાલમાં કામરેજ ટર્મિનલથી સચીન જીઆઈડીસી વચ્ચે બીઆરટીએસ એક્સપ્રેસ રૂટ કાર્યરત છે. આ રૂટમાં કુલ ૪૭ સ્ટેશન આવેલ છે જે પૈકી કુલ ૨૧ સ્ટેશન ઉપર બસ ઉભી રહે છે. સુરત રેલવે સ્ટેશનïથી કામરેજ ટર્મિનલ વચ્ચે આવતા બીઆરટીએસ બસ સ્ટેશનો ઉપર સ્વીંગ ગેટ લગાવવામાં આવેલ છે. જેને કારણે આ એક્સપ્રેસ રૂટની બસોએ આ બે બીઆરટીએસ સ્ટેશનો વચ્ચે આવેલ તમામ સ્ટેશનો ઉપર બસને ઉભી રાખવી પડતી હોવાના કારણે એક્સપ્રેસ બસ તેના નિર્ધારિત સમયે પહોîચી શકતી નથી. જે ધ્યાને લઈ મુસાફરોની સરળતા તથા મુસાફરીના સમયની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે કામરેજ ટર્મિનલïથી સચીન જીઆઈડીસી બીઆરટીએસ એક્સપ્રેસ બસ સેવાïનું કામરેજ ટર્મિનલથી રેલવે સ્ટેશન સુધી તમામ બસ સ્ટેશન ઉપર ઉભી રહેશે એટલે કે સામાન્ય બસ સેવા તરીકે ચલાવવામાં આવશે. તેમજ સુરત રેલવે સ્ટેશનથી સચિન જીઆઈડીસી વચ્ચે એક્સપ્રેસ બસ સેવા તરીકે ચલાવવામાં આવશે. જે આ બે સ્ટેશન વચ્ચે આવનાર કુલ ૨૪ સ્ટેશન પૈકી કુલ ૧૩ સ્ટેશન ઉપર ઉભી રાખવામાં આવશે. આ રૂટમાં પહેલા ૨૪ બસ કાર્યરત હતી જે વધારીને ૨૯ બસ કરવામાં આવેલ છે અને આ ફેરફારને કારણે સમગ્ર મુસાફરી સમયમાં ૧૦ મિનિટનો વધારો થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




