આતંકવાદી બનવા જઇ રહેલી યુવતિ ૫કડાઇ ગઇ અને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

0
172

પટણા,
તા.૨૪/૦૩/૨૦૧૮

આઈએસ માટે કેરળના યુવકોની ભરતી કરવા બદલ બિહારની મહિલાને સજા

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ માટે કેરળથી યુવકોની ભરતીના ગુનામાં વિશેષ એનઆઈએ કોર્ટે ૨૯ વર્ષની મહિલા યાસમીન મોહમ્મદ જાહિદને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કેરળમાં આઈએસઆઈએસ માટે ભરતીનો આ પહેલો મામલો છે.

એર્નાકૂલમ સ્થિત વિશેષ કોર્ટે મૂળ રૂપથી બિહારની રહેનાર યાસમીનને કાસરગોડના રહેનાર એક વ્યક્તિ અબ્દુલ્લા રશીદની સાથે મળીને અપરાધિક ષડયંત્ર રચનારને દોષી જાહેર કરવામાં આવ્યો છે. આ પર આઈએસઆઈએસના પ્રોપેગેન્ડાનો પ્રચાર કરવાનો આરોપ છે. કોર્ટે આ સંબંધમાં તેની પર ૨૫૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

એનઆઈએના વકીલ અર્જુને કહ્યું કે કોર્ટે આરોપી યાસમીન મોહમ્મદ જાહિદને ગેરકાનૂની ગતિવિધીઓના અધિનિયમ અંતર્ગત ૩૮,૩૯ અને ૪૦ અંતર્ગત દોષી જાહેર કરતા સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ૧૩ લોકો એક જ દિવસે કેરળમાંથી ગાયબ થઈ ગયા. આ મામલાની તપાસમાં ખબર પડી કે બધા ગાયબ લોકો આઈએસઆઈએસ માટે કામ કરી રહ્યાં છે.

નોંધનીય છે કે યાસમીન પર વર્ષ ૨૦૧૬ મેમાં પહેલીવાર કેસ નોંધાયા બાદ તે જ વર્ષે ૩૦ જુલાઈના રોજ તેમના છોકરાની સાથે દિલ્હી એરપોર્ટમાંથી ધરપકડ થઈ હતી. આ મામલામાં એનઆઈએે એક બીજા વ્યક્તિ અબ્દૂલ રાશિદ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. ગુપ્તચર એજન્સીઓ પ્રમાણે રશીદ અત્યારે અફઘાનિસ્તાનમાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY