લખનઉ,
તા.૨૪/૦૩/૨૦૧૮
ઉત્તર પ્રદેશની ૧૦ રાજ્યસભાની બેઠકમાંથી ૯ પર બીજેપીએ જીત મેળવી છે. જીત બાદ તમામ લોકો એવું પૂછી રહ્યા છે કે શું હવે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના રસ્તા અલગ થઈ જશે? સપા અને બસપાના સિનિયર નેતાઓનું માનવું છે કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જે દોસ્તી જાવા મળી હતી તે કાયમ રહેશે. લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટીઓ એક સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. નિષ્ણાતો માની રહ્યા છે કે કૈરાના લોકસભા અને વિધાન પરિષદ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીને મદદ કરશે.
સમાજવાદી પાર્ટી અને બસપા વચ્ચે સારા સંબંધ રાજ્યસભાની ચૂંટણી બાદ પણ ચાલુ જ રહેશે. સપાના પ્રવક્તા અને એમએલસી સુનિલ સિંહ સાજને કહ્યું કે આ સંબંધ એટલો તકલાદી નથી કે ઝડપથી તૂટી જાય. સમાજવાદી પાર્ટી એ વાત બહુ સારી રીતે જાણે છે કે જા ભારતીય જનતા પાર્ટી સામે લડવું હશે તો ગઠબંધનને વધારે મજબૂત કરવું પડશે. અને આ માટે જ તે રાજકીય ક્ષેત્રે મોટી બાંધછોડ કરી રહી છે.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં પાંચમી મેના રોજ ૧૨ બેઠક ખાલી થઈ રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો ૧૦ બેઠક ભાજપના ફાળે જઈ રહી છે. જ્યારે બે બેઠક પર સપા અને બસપા મજબૂત દેખાઈ રહી છે. જાકે, માયાવતીએ પહેલા કહ્યું હતું કે સપા તેને રાજ્યસભામાં સપોર્ટ કરશે જ્યારે બસપા વિધાન પરિષદમાં સપાને મદદ કરશે. પરંતુ વર્તમાન પરિસ્થતિને જાતા કહેવામાં આવી કહ્યું છે કે સપા વિધાન પરિષદમાં બસપાની મદદ માટે તૈયાર છે. બીએસપીના મહાસચિવ સતીષ મિશ્રાએ કૂણુ વલણ અપનાવ્યું હોવાના સંકેત આપ્યા છે.
૫મી મેના રોજ સમાજવાદી પાર્ટીના સાત, બસપાના ત્રણ અને ભાજપની બે સીટ ખાલી પડી રહી છે. સપાના અખિલેશ યાદવ, નરેશ ઉત્તમ પટેલ, ઉમર અલી ખાન, મધુ ગુપ્તા, રાજેન્દ્ર ચૌધરી, રામ સકલ ગુર્જર અને વિજય યાદવનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. આશા રાખવામાં આવી રહી છે કે સમાજવાદી પાર્ટી વિધાન પરિષદ અને કૈરાના લોકસભાની પેટા ચૂંટણીના માધ્યમથી બસપાને રિટર્ન ગિફ્ટ આપશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"