ગુજરાતના ઘઉંના ખેડૂતોનો મરો થશે : ટેકાની ખરીદીમાં સરકાર નિષ્ફળ

0
113

ગાંધીનગર,
તા.૨૪/૦૩/૨૦૧૮

ગુજરાતમાં ચાલુ વર્ષે પિયતની સુવિધાને પગલે ઘઉંની વાવણીનો આંક ૧૦ લાખ હેક્ટરના આંકને વટાવી ગયો છે. આ વર્ષે ઉત્પાદન પણ ૩૨થી ૩૫ લાખ ટન આસપાસ થવાના અંદાજ વચ્ચે ઘઉંના ભાવ ટેકાની આસપાસ જ ચાલી રહ્યાં છે. કેન્દ્રએ ઘઉંની ચાલુ વર્ષે ૨૦થી ૪૦ લાખ ટન આયાત થવાના અંદાજ વચ્ચે હવે આયાતડ્યૂટી લગાડવાનો નિર્ણય પડતો મૂક્યો છે. દેશમાં ઘઉંનું ઉત્પાદન સરકારી અંદાજ કરતાં પણ ઓછું થવાની શક્યતા છે. સ્થાનિક ખેડૂતોએ ઘઉંના ભાવ વધારા માટે સરકારને અનેકવાર ૪૦ ટકા આયાતડ્યૂટી લગાવવા માટે રજૂઆતો કરી હતી. હવે સરકારે આયાતડયૂટી ન લાગવવાનો નિર્ણય લીધો છે. વાવેતર ઘટવાની સાથે આ વર્ષે હેક્ટરદીઠ ઉત્પાદકતા પર પણ અસર પડી છે.

સરકારના અંદાજ કરતાં હવે ઘઉંનું ઉત્પાદન ૯૫૦ લાખ ટન આસપાસ રહેવાના અંદાજ મૂકાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં ઘઉંના ઉત્પાદનનો અંદાજ ૯૭૧ લાખ ટન મૂકવામાં આવ્યો હતો. જે ગત વર્ષે ૯૮૫ લાખ ટન હતો. સરકારી અધિકારીઓ ૧,૦૦૦ લાખ ટન ઘઉંનું ઉત્પાદન રહેવાના અંદાજ મૂકી રહ્યાં છે. ગત વર્ષે વેપારીઓએ ૨૦ લાખ ટન ઘઉંની આયાત કરી હતી. જે વર્ષ ૨૦૧૬ના ૬૫ લાખ ટન ઘઉંની આયાતથી ઓછી છે. સાઉથની ફ્લોર મિલો ઓસ્ટ્રેલિયા, રશિયા અને યૂક્રેઇનથી ઘઉંની આયાત કરી રહી છે. ચાલુ વર્ષે મધ્ય પ્રદેશમાં સરકારી ભાવ ઊંચા હોવાછી મિલોને આયાતી ઘઉં સસ્તા પડે તેવી શક્યતા છે. મે મહિનામાં ઘઉંની આયાતમાં વધારો થાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં ઘઉંની ખરીદી ગોકળગાયની ગતિએ થઈ રહી છે. રાજ્યમાં ગત ૧૫મી માર્ચથી સત્તાવાર રીતે ઘઉંના ટેકાના ભાવ રૂપિયા ૧,૭૩૫ ના ભાવથી ખરીદી થઈ રહી છે. હાલમાં આ આંક માત્ર ૭,૫૦૦ ટને પહોંચ્યો છે.

રાજ્યમાં ૨૦૩ સેન્ટરો ખૂલ્યા છે પણ સરકારી આંક અનુસાર માત્ર ૧૩ સેન્ટર પર ૫૦૦ ખેડૂતો ૭,૪૭૬ ક્વન્ટલ ઘઉંનું વેચાણ કરવા માટે આવ્યા છે. જેમ જેમ ઘઉંની આવક વધશે તેમ ખરીદી વધશે. રાજ્યના ૧૩ સેન્ટરમાં મોડાસા, ભીલોડા, હિંમતનગર, તલોદ, સાણંદ, દહેગામ, કોડિનાર, વેરાવળ, માળિયા, ઉપલેટા, ધોરાજી, પોરબંદર અને માંડવી સેન્ટરમાં ખરીદી થઈ છે. સરકાર દ્વારા ખરીદીમાં રસ દાખવાતો નથી કે ખેડૂતો પગથિયાં ચડતા નથી એ સવાલનો કોઇ પાસે જવાબ નથી. રાજ્યમાં ટેકાની આસપાસ ભાવ છતાં ખેડૂતો ઊંચા ભાવ માટે ખરીદ સેન્ટર ન આવે તે માન્યામાં ન આવે તેવી બાબત છે. ખેડૂતો માટે સરકારી કાગળનાં ધાંધિયા પણ એક જવાબદાર કારણ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY