આઝમ ખાન વિરુદ્ધ એફઆઇઆર, સંઘ અને શિયા ધર્મ ગુરુની બદનામીનો આક્ષેપ

0
7

આઝમગઢ,તા.૨
સમાજવાદી પાર્ટી (એસપી)ના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આઝમ ખાન વિરુદ્ધ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તેમના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) અને શિયા ધર્મ ગુરુ મૌલાના કલ્બે જવ્વાદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા અને તેમના સમ્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
સર્કલ ઓફિસર(સીઓ)ના જણાવ્યા પ્રમાણે આઝમ ખાન પર આરોપ છે કે, તેમણે અખિલેશ યાદવની સરકારમાં મંત્રીના પદે રહીને સરકારી લેટરપેડ અને મહોરનો દુરુપયોગ કરીને આરએસએસને બદનામ કરવાનું કામ કર્યું હતું. આઝમ ખાન પર આઇપીસીની કલમ ૫૦૦ અને ૫૦૫ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
આ સિવાય સામાજીક કાર્યકર્તા અલ્લામ ઝમીર નકવીએ પણ ફરિયાદ દાખલ કરીને જણાવ્યું હતું કે, સરકારી લેટરપેડનો દુરુપોગ કરીને આઝમ ખાને શિયા ધર્મ ગુરુ કલ્બે જવ્વાદને બદનામ કરીને સામાજીક અને ધાર્મિક દ્વેષ ફેલાવ્યો હતો.નકવીના જણાવ્યા મુજબ, તેઓ વર્ષ ૨૦૧૪થી પૂર્વ મંત્રી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ રાજ્યની સમાજવાદી પાર્ટીની સરકારના દબાણને કારણે તેઓ આવું કરી શક્્યા નહતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY