મને હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ બહુ જ પસંદ છે : અભિષેક બચ્ચન

0
36

મુંબઈ,તા.૨૩
અભિષેક બચ્ચન લાંબા સમય બાદ ફિલ્મ ‘મનમર્ઝિયા’ દ્વારા ફિલ્મી પડદે જાવા મળ્યો હતો. આ ફિલ્મની સફળતા બાદ અભિષેક ઘણા નવા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. એમાંથી એક પ્રોજેક્ટ છે ‘ગુલાબ જામુન’. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન પોતાની પત્ની ઐશ્વર્યા રાય સાથે જાવા મળશે. તાજેતરમાં જ અભિષેકને પુછવામાં આવ્યું કે તેમને કઇ રોમાંટિક ફિલ્મ સૌથી વધારે પસંદ છે. અભિષેકનો જવાબ સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા.
અભિષેક બચ્ચને જણાવ્યું કે તેને ‘હમ દિલ દે ચુકે સનમ’ ઘણી જ પસંદ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયની જાડી સલમાન ખાન અને અજય દેવગણ સાથે બની હતી. ૧૯૯૯માં બનેલી આ ફિલ્મને સંજય લીલી ભંસાલીએ ડાયરેક્ટ કરી હતી. બોલીવુડમાં એ વાત જગજાહેર છે કે સલમાન અને ઐશ્વર્યાને ગાઢ સંબંધ હતો, પરંતુ તે વધારે દિવસ ના ચાલ્યો. આ સંબંધને કારણે જ આજ સુધી સલમાન અને ઐશ્વર્યાએ ફરી કામ નથી કર્યું. આવામાં અભિષેકનું નિવેદન ઘણું ચોંકાવનારું છે.
ચેટ શામાં અભિષેકે જણાવ્યું કે, “મને ઐશ્વર્યાની ઘણી ફિલ્મો પસંદ છે. આમા રેઇનકોટ અને ગુરૂમાં ઐશ્વર્યાનું કામ મને ઘણું સારુ લાગ્યુ હતુ.” અભિષેકનું માનવું છે કે ‘રેઇનકોટ’માં ઐશ્વર્યાએ જે પાત્ર ભજવ્યું હતુ તે ઘણું શાનદાર હતુ. આ ફિલ્મમાં તે પોતાનું સ્ટારડમ ભૂલીને એક કલાકાર બનીને ઉભરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY