ઈસ્લામાબાદ,તા.૨૩
એક તરફ પાકિસ્તાન આર્થિક તંગી માથી પસાર થઇ રહ્યું છે જેમાં તેના વડાપ્રધાને સમયસર નાણાંની સહાય ન મળતા દેશને નાદાર જાહેર કરવાની જાહેરાત કરી હતી. એવામાં પાકિસ્તાનની કોર્ટમાં ૧૦૦ અબજ રૂપિયાથી પણ વધારે પાકિસ્તાની ચલણનો ગફલો સામે આવ્યો છે. મંગળવારે આ મામલે માહિતી આપતા પાકિસ્તાન સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે આ હેરાફેરી બેન્કો થકી કરવામાં આવી હતી જેમાં ૧૦૭ જેટલા નકલી બેન્ક ખાતાઓની મદદ લેવાઇ હતી.
એક રિપોર્ટ મુજબ ૧૦૦ અબજ રૂપિયાથી પણ વધારે (આશરે ૭૭ અબજ ડોલર)ના આ કૌભાંડમાં પાકિસ્તાન કોર્ટના ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી કરતા નકલી બેન્ક ખાતાઓ અને પૈસાની હેરાફેરી બાબતે તપાસનો આદેશ કર્યો હતો. અદાલત જાતે જ આ મામલાની દેખરેખ કરી રહી છે. ફેડરલ ઇનવેસ્ટિગેશ એજન્સીની એક સંયુક્ત તપાસ સમિતિએ અદાલત સામે રિપોર્ટ આપ્યો હતો, જેમાં ખુલાસો કરાયો હતો કે નકલી બેન્ક ખાતાઓ દ્વારા ૪૭ અબજ પાકિસ્તાની રૂપિયાની હેરાફેરી કરાઇ હતી, જ્યારે ૩૬ કંપનીઓના નકલી બેન્ક ખાતાઓ દ્વારા ૫૪ અબજ પાકિસ્તાની રૂપિયાનુ ગમન કરવામાં આવ્યું હતું.
આ મામલાની સંપૂર્ણ માહિતી આપતા તપાસ સમિતિના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૫ દરમિયાન ખાનગી બેન્કોમાં અઢળક નકલી બેન્ક ખાતાઓ ખોલવામાં આવ્યા હતા, જેના માધ્યમથી અબજા રૂપિયાની ગેરકાયદેસર રીતે હેરાફેરી થઇ હતી. ફેડરલ ઇનવેસ્ટિગેશ એજન્સી આ મામલે ૩૨ લોકોની પૂછપરછ કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં જ પાકિસ્તાન સરકારના ગૃહ મંત્રાલયે મની લોન્ડરિંગના મામલે શંકાસ્પદ ૯૫ લોકોને દેશમાંથી બહાર જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




