આબુધાબી,તા.૪
યુનાઈટેડ અરબ અમિરાત (યુએઈ) વડા પ્રધાન મોદીને ઢગલા મોઢે માન આપશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દળના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદે ટિવટ કર્યું કે યુએઈના રાષ્ટÙપતિએ વડા પ્રધાન મોદીને ઝાયેદ મેડલ સાથે સન્માનિત કર્યા છે.
મોહમ્મદ બિના ઝાયેદે ટિવટર પર આ માહિતીને શેર કરતા કહ્યું કે ” ભારત સાથે અમારો ઐતિહાસિક અને વ્યાપક વ્યૂહાત્મક સંબંધ છે, આ સંબંધો વડા પ્રધાન મોદીના પ્રયાસો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.” તેમના પ્રયત્નોની પ્રશંસામાં, સંયુક્ત આરબ અમિરાતના પ્રમુખ તેને ઝાયેદ મેડલ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ આરબ અમીરાતનું સૌથી વધુ નાગરિક સન્માન છે અને એ સમ્રાટો, 5રાષ્ટ્રપતિ અને રાજ્યના વડાને આપવામાં આવે છે. તેમજ વડા પ્રધાન મોદીએ તાજેતરમાં યુનાઇટેડ આરબ અમિરાતની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અબુ ધાબીમાં હિન્દુ મંદિરનો પાયો નાખ્યો હતો. મોદીની મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ૨૦૧૭માં સંયુક્ત આરબ અમિરાતના ક્રાઉન પ્રિન્સે પણ ભારતમાં પ્રવાસ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



