ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ સવારે ૧૦.૧૧ થી શરુ થઇ ૧૧.૧૨ સુધી રહેશે
ન્યૂયોર્ક,તા.૧૯
ચાલુ વર્ષ ૨૦૧૯માં સૂર્યગ્રહણ બાદ હવે સૌપ્રથમ ચંદ્રગ્રહણ ૨૧ જાન્યુઆરીને રોજ થશે. ૨૧મીએ પૂનમ પણ આવતી હોવાથી આ વખતે ચંદ્રગ્રહણ પર સુપર બ્લડ મૂનનો નજારો જાવા મળશે. પૂનમ પર ચંદ્રગ્રહણ યોજાવાનું હોવાથી ચંદ્ર અન્ય સામાન્ય દિવસો કરતા ૧૪ ગણો વધુ મોટો અને ૩૦ ગણો વધુ ચમકદાર હોય છે. જેને પગલે ગ્રહણ વખતે ચંદ્ર ઘાંટો લાલ રંગનો નજરે પડે છે. રાત્રીના અંધકારમાં આ નજારો જાવો અદભૂત હોય છે. વૈજ્ઞાનિકોએ આ વિરલ ઘટનાને સુપર બ્લડ મૂન નામ આપ્યું છે.
ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ સવારે ૧૦.૧૧થી શરૂ થઈને એક કલાક અર્થાત સવારના ૧૧.૧૨ સુધી થશે. એવું કહેવાય છે કે, જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક સમાંતર લાઈનમાં આવી જાય છે ત્યારે ચંદ્રની પૃથ્વી પર છાયા પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ગ્રહણના ૧૨ કલાક પૂર્વે સૂતક કાળ શરૂ થઈ જાય છે. એટલા માટે ૨૦ જાન્યુઆરીના ૯ વાગ્યાથી શરૂ થઈ જશે.
આ વખતનું ચંદ્રગ્રહણ ભારતમાં નહીં જાવા મળે. આ ગ્રહણ ફક્ત આફ્રિકા, ઉત્તર-દક્ષિણ અમેરિકા અને મધ્ય પેસેફિકમાં જ જાવા મળશે. અગાઉ વર્ષના પ્રારંભે થયેલું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાયું નહતું. ૨૧ જાન્યુઆરીના યોજાનારું ચંદ્રગ્રહણ ન્યૂયોર્ક, લોસ એન્જલિસ, લંડન, શિકાગો, એથેન્સ, પેરિસ, મોસ્કો, બ્રુસેલ્સ તેમજ વોશિંગ્ટન ડીસીમાં જાવા મળશે. આ અવકાશી નજારો જાવા મોટાપાયે લોકોએ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




