મેડ્રિડ,તા.૧૦
સ્પેનના મેજાર્કા આઇલેન્ડમાં મંગળવારે રાત્રે આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે બે બ્રિટિશર્સ સહિત ૧૪ લોકોનાં મોત થયા છે જ્યારે ૨૦ લોકો ગુમ છે. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં મેજાર્કાના સેન્ટ લોરેન્ઝ ટાઉનમાં પૂરના ધસમસતા પાણીમાં વાહનો પણ વહી જતા જાવા મળે છે. મોટાંભાગની પાર્ક કરેલી કાર પાણીમાં ડૂબી ગઇ હતી.
સોશિયલ મીડિયા યુઝર્સે આ પૂરને હ્વૈહ્વઙ્મૈષ્ઠટ્ઠઙ્મ (બાઇબલને લગતું) ગણાવ્યું છે. વરસાદના કારણે પૂરનું પાણી લોકોના મકાનોની બારીઓ સુધી પહોંચી ગયું છે. પ્રભાવિત વિસ્તારમાં લોકોની મદદ માટે વેલેન્સિયાની મિલિટરી ઇમરજન્સી યુનિટને મોકલી આપ્યું છે. લોકલ મીડિયા અનુસાર, ગવર્મેન્ટે હજારો સૈનિકો, આઠ વાહનો, બોટ અને ત્રણ હેલિકોપ્ટર ઉપરાંત ત્રણ ટ્રેકિંગ ડોગ્સ મોકલાવ્યા છે.
ફાયર ફાઇટર્સની ટીમ પણ સેન્ટ લોરેન્ઝ પહોંચી છે. જેથી પૂરના પાણીથી મકાનો તેમજ કામમાં ફસાયેલા લોકોનું રેસ્કીયું કરી શકાય. કેટલાંક વાહનો આઇલેન્ડની ઇસ્ટ સાઇડમાં આવેલા આર્તા દરિયામાં ડૂબી ગયા હોવાના પણ રિપોર્ટ છે.
રેસ્કીયું ટીમે હેલિકોપ્ટરની મદદથી પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યુ હતું. સ્થાનિકોને બાલ્કની તેમજ મકાનોની છત પરથી રેસ્કીયું કરવામાં આવ્યા છે.
લોકલ સ્પોટ્ર્સ સેન્ટર્સ અને હોટલોએ પ્રભાવિત લોકોને ઇમરજન્સી શેલ્ટર આપ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકો જીવ બચાવવા માટે વૃક્ષો પર ચઢી ગયા છે. મેજાર્કામાં આવેલું આ સૌથી ખરાબ પૂર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





