પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઈનોવા કારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત : બેના મોત

0
9

જૂનાગઢ,તા.૧
જૂનાગઢના વડાલ પાસે ઇનોવા કારને અકસ્માત નડતા બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્મતામાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય પાંચ લોકોને સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકો અને ઈજાગ્રસ્તો જૂનાગઢ શહેરના વતની છે.
મળી રહેલી માહિતી પ્રમાણે જૂનાગઢના વડાલ નજીક રસ્તા વચ્ચે કોઈ પ્રાણી આવતી જતા કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના પરિણામ સ્વરૂપે કાર બે ત્રણ પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.
રવિવારે રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઘાયલ થનારા લોકોમાં જૂનાગઢ શહેરના બીજેપીના પૂર્વ કોર્પોરેટર વહાબ કુરેશીની પણ સમાવેશ થાય છે.
અકસ્માતમાં અઝીર મૈયા સૈયદ નામના ૬૦ વર્ષીય વ્યક્તિ તેમજ રહીમ સરગસીયા નામના ૫૫ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બંનેનાં મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ મુસ્લિમ સમુદાયના લોકો જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY