સુરતમાં બાઈકનો ટ્રક સાથે અકસ્માત થતાં પરિણિતાનું મોત

0
31

સુરત,તા.૧૧
બિમાર માતાની ખબર અંતર પુછવા માટે સુરતથી ભરૂચ બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીનો ટ્રકની અડફેટે સર્જાતા એક્સિડેંટ સર્જાયો હતો. જેમાં પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું. ત્યારબાદ પીએમને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં બખેડો સર્જાયો હતો.
રાંદેર પોલીસ લાઈન બી/૩૪માં રહેતી દિગીશા રાહુલ પુરાણી પતિ સાથે ભરૂચમાં માતાની ખબર અંતર પુછવા બાઈક પર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ઓલપાડ નજીક ચાલુ બાઈકે પતિની આંખમાં કચરૂં પડતાં બાઈક રોડ બાજુએ ઉભી રાખી હતી. પાછળથી આવતી ટ્રકે એડફેટે લેતાં દિગીશાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ત્યાં મૃત જાહેર કરતાં પીએમ માટે રાત્રે સિવિલ હોÂસ્પટલમાં મૃતદેહ લઈ આવવામાં આવ્યો હતો.
મોટાભાગે એક્સિડેંટના કેસમાં રાત્રે પીએમ કરવામાં આવતાં હોય છે. જો કે આ કેસમાં મેજિસ્ટ્રેટ ઈન્કવેસ્ટ અને પંચનામું મંગાયું હતું. પીએમની વાતને લઈને ડોક્ટર ચૌહણ જવાબદારીમાં છૂટવા પરિવારને સમજાવતાં રહ્યાં હતાં. રાત્રી પીએમ ડોક્ટર એમ સી ચૌહાણની સમજાવટ બાદ પરિવાર અકળાયો હતો. પરિવાર આજીજી કરતો હોવાનું જણાવ્યું હતું. સાથે જ ઓલપાડ પીઆઈએ પણ ટેલિફોનિક સમજાવ્યા પણ ડોક્ટર જીદ પકડીને બેસી રહ્યાં હતાં. પોલીસ ઇન્કવેસ્ટમાં અકસ્માત ની કલમ ૧૭૭ અને ૧૮૪ પણ લગાડી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.

🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY