ભીલાડમાં ટ્રક- સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, છથી વધુ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

0
139

વલસાડ,તા.૧૪
વલસાડના ભીલાડમાં એક સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે ટ્રકે સ્કૂલ બસને અડફેટે લીધી હતી. આ ઘટનામાં છ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત સ્વસ્થ્ય હોવાની પણ માહિતી મળી રહી છે. પોલીસને જાણ થતાં ભીલાડ પોલીસ સ્થળ ઉપર પહોંચીને વધારે તપાસ હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે મંગળવારે સવારે વલસાડના ભીલાડમાં ભીલાડ રેલવે ક્રોસિંગ પાસે ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત થયો હતો.
સરીગામની લક્ષ્મી વિધ્યાપીઠની આ સ્કૂલ બસના ચાલકે રેલવે ફાટક બંધ હોવા છતાં તેણે બસ રોંગ સાઇડમાં હંકારી હતી. સ્કૂલ બસના ચાલકની બેદરકારીના પગલે ટ્રકે બસને અડફેટે લીધી હતી. વિદ્યાર્થીઓને લઇને આ સ્કૂલ બસ સ્કૂલ પરત ફરતી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે સ્કૂલમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી છ વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તમામને વલસાડ અને વાપીની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીઓની હાલત સ્વસ્થ્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં ભીલાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને સ્થિતિને કાબુમાં લીધી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY