ન્યુ દિલ્હી,
તા.૨૪/૦૩/૨૦૧૮
૧ એપ્રિલથી દેશમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. આ નવા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ સાથે જ સરકાર તરફથી કરવામાં આવેલી બજેટ પ્રસ્તાવની જાગવાઈ પણ લાગુ પડી જશે. આવામાં સરકારે બજેટમાં જે ચીજાને સસ્તી કરવાનું એલાન કર્યું હતું તે તમામ ચીજ સસ્તી થવા લાગશે. જે ચીજા સસ્તી થવાની છે જેમાં રેલવે ટિકિટ, સોલાર બેટરી, કાનનું મશીન, એલએનજી (લિક્વફાઈડ પેટ્રોલિયમ ગેસ), પીઓએસ મશીન સહિતની ચીજવસ્તુનો સમાવેશ થાય છે.
બજેટ-૨૦૧૮માં સરકારે ઈ-રેલવે ટિકિટ પર સવિર્સ ટેક્સ ઘટાડી નાખ્યો છે જેના કારણે ૧ એપ્રિલથી રેલ ટિકિટ સસ્તી થઈ જશે. આ ઉપરાંત સરકારે સૌર ઉજાર્થી ચાલતી બેટરી પર લાગનારી કસ્ટમ ડયુટી ખતમ કરી નાખી છે. આ પ્રકારે લોકોને સૌર ઉજાર્થી ચાલતી બેટરી સસ્તી મળશે. સરકારે સોલાર બેટરી પર લાગતી ડયુટી ખતમ કરી નાખી છે. જ્યારે અનેક ઈલેક્ટ્રિક વસ્તુઓ જેવી કે કાનનું મશીન અને લીનિયર મોશન ગાઈડ, દેશમાં તૈયાર થનારા હિરા, ટાઈલ્સ, માઈક્રો એટીએમ, ફિષ્ગર સ્કેનર, આઈરિસ સ્કેનર સહિતની અન્ય ચીજવસ્તુઓમાં ભાવઘટાડો થઈ જશે. એએલનજી ૧ એપ્રિલથી ૨.૫ ટકા સસ્તું થઈ જશે. બજેટમાં નિકલ પર બેઝિક કસ્ટમ ડયુટીને શૂન્ય કરવામાં આવી છે. ૧ એપ્રિલથી તેના ભાવમાં ૨.૫ ટકા ઘટાડો આવશે.
આ સિવાય પીઓસ મશીન, આર.ઓ. મોબાઈલ ચાર્જર, લેધર પ્રોડક્ટસ, મીઠું, જીવનરક્ષક દવાઓ, બાકસ, એલઈડી, એચઆઈવીની દવા, સિલ્વર ફોઈલ, સીએનજી સિસ્ટમ સહિતની વસ્તુમાં ભાવઘટાડો ૧લી એપ્રિલથી લાગુ પડશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"