બે વર્ષનું ટેકસ રિટર્ન ભરવા માટે હવે ૩૧ માર્ચ સુધી અવસર

0
172

ન્યુ દિલ્હી,
તા.૨૪/૦૩/૨૦૧૮

જે લોકોએ પાછલા બે મૂલ્યાંકન વર્ષે માટે વિલંબીત ટેકસ રિટર્ન ભર્યા નથી એમના માટે હવે ચાલુ માસની ૩૧મી તારીખ સુધી ભરી દેવાનો છેલ્લો મોકો છે. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય તરફથી આવકવેરા રિટર્ન ભરવાની નિતિ સીમા પહેલેથી જ થઈ ગઈ હતી. છતાં આળસુ કરદાતાઓ માટે તારીખ લંબાવી દીધી છે.

અત્યાર સુધી ટેકસ રિટર્ન નહીં ભરનારને વિલંબીત ટેકસ રિટર્ન દાખલ કરવાનો અવસર આપવામાં આવ્યો છે. આવકવેરા ખાતાએ એમ કહ્યું છે કે, સમયસર ટેકસ નહીં ભરવા પર અનેક સમસ્યાઓ પેદા થઈ શકે છે. બેન્કો પણ આઈટીઆરના દાખલા વગર લોન કે ક્રેડિટ કાર્ડ આપતી નથી.

જા આઈટીઆરની રસીદો જમા કરાવવામાં ન આવે તો બેન્કો લોનની અરજી નામંજુર કરી નાખે છે. માટે વિલંબીત ટેકસ રિટર્ન ભરવાની તારીખ ૩૧ માર્ચ કરવામાં આવી છે. ઓનલાઈન વિલંબીત ટેકસ રિટર્ન ભરવા માટે કરદાતાઓ નિષ્ણાંતોની મદદ લઈ શકે છે. એ જ રીતે કલીયર ટેકસ પોર્ટલ પર લોગ–ઈન બાદ આઈટીઆર ફોર્મ પસદં કરવાનો વિકલ્પ મળે છે.

આમ હવે આળસુ કરદાતાઓએ ૩૧ માર્ચ સુધીમાં વિલંબીત ટેકસ રિટર્ન ભરવું જાઈએ અને આ એમના માટે છેલ્લો અવસર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY