નર્મદામાં વિશ્વ ટી .બી .દિનની ઉજવણી કરાઈ: હોસ્પિટલમાં વ્યવસ્થાના અભાવે અન્ય દર્દીઓને ચેપ લાગવાનો ભય

0
134

રાજપીપલા:
૨૪ માર્ચ સમગ્ર વિશ્વમાં ટી બી દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ સરકારી અમુક અવ્યવથાના કારણે બીમાર દર્દીઓની હાલત વધુ ખરાબ થતી હોય છે તેવી જ રીતે રાજપીપલા સિવિલ હોસ્પિટલની પાછળ જિલ્લા ક્ષય કેન્દ્રને લાખોના ખર્ચે ઉભું કરાયું છે પરંતુ તેમાં ટી.બી.ના દર્દીઓને દાખલ કરવાની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે અમુક દાખલ કરવા એવા દર્દીઓને સિવિલ ખાતે અન્ય દર્દીઓ સાથે રાખવા પડે ત્યારે ઇન્ફેકશન નો ભય જણાય છે.

આમ તો મોટા ભાગના શહેરોમાં ટી બી માટેની અલગ હોસ્પિટલ હોય છે. જેમાં ફક્ત ટી બી ની અવર જ્વર વાળા દર્દીઓ કે દાખલ દર્દીઓ માટેની ગોઠવણ હોય જેના કારણે અન્ય બીમાર દર્દીઓ આ દર્દીઓના સંપર્કમાં આવતા ન હોવાથી ચેપ લાગવાનો ભય રહેતો નથી પરંતુ નર્મદા માં વ્યવસ્થા ન હોવાથી બીજી બીમારી માટે દાખલ થયેલા દર્દીઓ સાથે જો ટી બી ના દર્દીઓ રખાય તો ચેપ લાગવાનો ભય રહેલો છે ત્યારે સરકાર કે આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ રેલી જેવા કાર્યક્રમો પાછળ પૈસાનો બગાડ કરવા કરતા દર્દીઓની સલામતી માટે અલાયદી વ્યવસ્થા દરેક જિલ્લા માં ઉભી કરાય એ જરૂરી છે.

સિવિલ માં બે ત્રણ બેડ પૂરતી અલગ વ્યવસ્થા ઉભી કરવા પ્રયાસ ચાલુ છે : ર્ડો.આર્ય

નર્મદા જિલ્લા ક્ષય અધિકારી ર્ડો.આર્યએ આ બાબતે જણાવ્યું કે આમ તો ટી બી ના દર્દીઓને બહુ દાખલ કરવાની જરૂર હોતી નથી પરંતુ હઠીલા ટી.બી.ના દર્દી હોય તો જરૂર લાગે દાખલ કરવા પડે પણ દર્દી તૈયાર હોય તોજ તેને દાખલ કરાય પરંતુ હાલ અમારી પાસે દાખલ માટેની કોઈ અલગ વ્યવસ્થા ન હોવાના કારણે સિવિલમાં વ્યવસ્થા કરવા વિચારણા ચાલે છે પરંતુ હાલ સિવિલમાં જગ્યાનો અભાવ છે માટે જીતનગર ખાતે નવી બની રહેલી સિવિલ ચાલુ થાય ત્યારે યોગ્ય વ્યવસ્થા કરાય, હાલ આ સિવિલમાં રનીંગ કોઈ વોર્ડમાં પાર્ટીશન કરી વૅકલ્પિક ગોઠવણ કરવા પ્રયાસ કરીશુ.

રિપોર્ટર – નર્મદા,ભરત શાહ  મો.નં.9408975050

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY