અચ્છે દિન કોના?‘મોદી રાજ’માં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો

0
93

ન્યુ દિલ્હી,
તા.૧૧/૦૩/૨૦૮

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે રિપોર્ટ જાહેર કર્યો,ભારતમાં ચીન કરતાં વધુ ભ્રષ્ટાચાર

સૌથી ભ્રષ્ટ દેશોમાં ૮૧મા સ્થાને ભારત,ન્યૂઝીલેન્ડમાં સૌથી ઓછો, સોમાલિયામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર,જે દેશોનો સૌથી વધારે સ્કોર થાય છે,તે એટલા જ ભ્રષ્ટ ગણાય છે ફિલિપાઇન્સ, ભારત અને માલદીવ જેવા દેશોમાં ભ્રષ્ટાચાર જ નહીં, પત્રકારોની હત્યાના કેસો પણ વધારે છે

નીરવ મોદી, મેહુલ ચોક્સી અથવા રોટોમેક જેવા કૌભાંડોની વાત એકતરફ મુકી દેવામાં આવે, તો પણ આપણાં દેશમાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. આ કૌભાંડોના સામે આવ્યાના પહેલાં વર્ષમાં એટલે કે, ૨૦૧૭માં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં વૈશ્વિક દેશોના કરપ્શન ઇન્ડેક્સને દર્શાવવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ભ્રષ્ટાચારમાં ભારત બે સ્કેલ નીચે જઇને ૧૮૩ દેશોમાં ૮૧માં સ્થાન પર પહોંચી ગયું છે. ૨૦૧૬માં ભારત ૭૯માં નંબર પર હતું. રેન્કિંગ માટે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે ૦ (સૌથી વધુ ભ્રષ્ટ) અને ૧૦૦ પોઇન્ટ (ભ્રષ્ટાચાર મુક્ત)ના સ્કેલ પર ૧૮૩ દેશોમાં સરકારી સંગઠનો અને કંપનીઓમાં ભ્રષ્ટાચારનું આકલન કર્યુ છે.

ભારતને આ વર્ષે પણ ૨૦૧૬ની માફક ૪૦ પોઇન્ટ્‌સ મળ્યા છે. જે દેશોનો સૌથી વધારે સ્કોર થાય છે, તે એટલા જ ભ્રષ્ટ ગણાય છે. બર્લિન સ્થત આ એન્ટી-કરપ્શન ઓર્ગેનાઇઝેશન – વર્લ્ડ બેંક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને અન્ય સંગઠનોના આંકડાઓના આધારે વિશ્વની સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચારનું અંદાજ લગાવે છે.

સૌથી ઓછા ભ્રષ્ટ ૫ દેશોમાં ન્યૂઝીલેન્ડને ૮૯, ડેનમાર્કને ૮૮, ફિનલેન્ડને ૮૫, નોર્વેને ૮૫ અને સ્વત્ઝર્લેન્ડને ૮૫ પોઇન્ટ્‌સ મળ્યા છે. સૌથી વધુ ભ્રષ્ટ ૫ દેશોમાં ૧૮૩માં નંબરે સોમાલિયાને ૯, ૧૮૨માં નંબર પર સૂડાનને ૧૨, ૧૮૧ નંબર પર સીરિયાને ૧૪, ૧૮૦ નંબર પર અફઘાનિસ્તાનને ૧૫ અને ૧૯૭માં નંબર પર યમનને ૧૬ પોઇન્ટ્‌સ મળ્યા છે.

ટ્રાન્સપરન્સીએ ભારતને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને પ્રેસની સ્વતંત્રતાના હિસાબે કમજાર દેશમાં સામેલ કર્યો છે. સંગઠને પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ફિલિપાઇન્સ, ભારત અને માલદીવ જેવા દેશોમાં ભ્રષ્ટાચાર જ નહીં, પત્રકારોની હત્યાના કેસો પણ વધારે છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લાં છ વર્ષમાં ૧૦ પત્રકારોમાંથી ૯ એવા દેશોમાં માર્યા ગયા, જેને કરપ્શન ઇન્ડેક્સમાં ૪૫ અથવા તેનાથી ઓછા પોઇન્ટ્‌સ મળ્યા છે. આવા દેશોની સંખ્યા બે તૃતિયાંશથી વધારે છે. ભ્રષ્ટાચાર મામલે ભારત અને તેના પાડોશી દેશોની વાત કરીએ તો, માત્ર ચીન જ આપણાં દેશથી ઓછું ભ્રષ્ટ છે. જા કે, તેનો સ્કોર ભારતની સરખામણીએ એક પોઇન્ટ વધારે છે, પરંતુ તે રેન્કિંગમાં આપણાંથી ૪ સ્કેલ ઉપર છે. પાકિસ્તાન એશિયા પ્રશાંતના ૧૦ દેશોમાં ૯માં નંબરે છે. ભૂતાનનો ૬૭, ચીન ૭૭, શ્રીલંકા ૯૧, પાકિસ્તાન ૧૭૭, નેપાળ ૧૨૨ અને બાંગ્લાદેશ ૧૪૩માં રેન્ક પર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY