રાજપીપલા:
રાજપીપલા થી વડોદરા જતા શોર્ટકટ પોઇચા પુલ ને મરામત માટે એક વર્ષ જેવો સમય બંધ રાખ્યા બાદ ખુલ્લો તો કરાયો પરંતુ ફરી પુલ પર થી ઓવરલોડ વાહનો શરુ થઈ જતા આ પુલ પર ક્યારે કોઈ દુર્ઘટના બને તે કેહવું મુશ્કેલ છે પરંતુ મરામત બાદ પુલ ખુલ્લો મુકતા પેહલા તંત્ર દ્વારા તેની ક્ષમતા બાબતે ચકાશની કરાય હતી અને ત્યારબાદ કેટલા ભારે વાહનો પુલ પર થી પસાર કરવા તે નક્કી કર્યા બાદ મોટા અને ભારે વાહનો ને છૂટ મળી હતી પણ પુલ પર બેરોકટોક જતા આવતા ઓવરલોડ વાહનો ની સંખ્યા હાલ વધતા આ પુલ પર ક્યારેક દુર્ઘટના સર્જાય તેમ જણાય છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ વધી રહી છે તો તંત્ર આ બાબતને ગઁભીરતા થી લઈ યોગ્ય પગલાં લે તેવી માંગ છે .
રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"