૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આજથી ધોરણ ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ થશે ૪૫ હજાર કર્મચારીઓ પરીક્ષાની કામગીરી સંભાળશે

0
21

ગાંધીનગર,
તા.૧૧/૦૩/૨૦૧૮

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૧૨મી માર્ચને સોમવારથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાતમાં ધો. ૧૦-૧૨ના ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ જિલ્લા મથકોએ ક્ધટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ૪૫ હજાર કર્મચારીઓ પરીક્ષાની કામગીરી સંભાળશે. ઉનાળામાં ગરમીની મૌસમની સાથોસાથ પરીક્ષાની મોસમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્ય પરીક્ષાના ફિવરમાં છવાયો છે. તા.૧ર માર્ચથી રાજ્યમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પરીક્ષાનો માહોલ પૂરબહારમાં જામ્યો છે. ગુજરાત રાજ્યના ૧૭ લાખ ૨૫ હજાર વિદ્યાર્થીઓ કારકિર્દીની કસોટીમાં કૌશલ્ય ઝળકાવવા ઉત્સુક છે. રાજ્યમાં પરીક્ષા સૂચારુ રીતે યોજાય તે માટે ૪૫ હજારથી વધુ કર્મચારીઓ પરીક્ષા કાર્યમાં કાર્યરત છે. પરીક્ષાર્થીઓને પરીક્ષાનો ડર ન રહે તે માટે પ્રથમ પ્રશ્ર્‌નપત્રના દિવસે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક, મીઠું મોઢું કરાવી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવશે. બોર્ડની જાહેર પરીક્ષાઓ પરીક્ષા તંત્રમાં રોકાયેલા તમામ અધિકારી-કર્મચારીઓની સુંદર કામગીરીના ભાગરૂપે અને જવાબદારીપૂર્વક ફરજ બજાવી હોવાથી સફળતાપૂર્વક પરીક્ષા લઈ શકાઈ છે. બોર્ડે તેની પરંપરા અનુસાર પરીક્ષાર્થીઓ વિશ્ર્વાસપૂર્વક અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (એસએસસી) અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (એચએસસી) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા તા. ૧ર-૩-ર૦૧૮થી પ્રારંભ થાય છે. શિક્ષણના વ્યાપમાં વધારો થતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેને કારણે બોર્ડની જાહેર પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧રમાં જેઓ શાળામાં હાજરી આપી અભ્યાસ કર્યો નથી તેવા પરીક્ષાર્થીઓ પણ આ બંને જાહેર પરીક્ષામાં ખાનગી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી રહ્યા છે.

ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં ૪૬૫૯૯ અને માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષામાં ૧૬૭૮૪ ઉમેદવારો ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયા છે. જાહેર પરીક્ષાઓના સૂચારુ સંચાલન માટે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માટે પ૬ ઝોન તથા માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા માટે ૭૯ ઝોનની રચના કરવામાં આવી છે. સામાન્ય પ્રવાહના ૪૭૬૬૩૪ તથા વિજ્ઞાન પ્રવાહના ૧૩૪૬૭૧ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષામાં પ૬૬ ઉમેદવારો નોંધાયા છે. માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ર૦૧૮માં ૧૧૦૩૬૭૪ ઉમેદવારો અને સંસ્કૃત પ્રથમ ૭૪૬ ઉમેદવારો પરીક્ષા આપશે. એસએસસી પરીક્ષા માટે કુલ ૯૦૮ કેન્દ્રો છે. એચએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે કુલ પ૦૦ કેન્દ્રો મંજૂર કરવામાં આવી છે. જે પૈકીના ૧૪૦ કેન્દ્રો વિજ્ઞાન પ્રવાહ માટે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ લાખ ર૪ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે. પરીક્ષાના વ્યવસ્થાતંત્ર સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારીઓ, પરીક્ષાર્થીના વાલી તેમ જ આમસમાજ પરીક્ષાતંત્ર અને તેની વ્યવસ્થાને જાણી તેમાં આવશ્યક સહયોગ આપી પરીક્ષાઓ વિશ્ર્વસનીય રીતે અને નિર્વિધે પાર પડે તેમ જ પરીક્ષાર્થીઓ સ્વસ્થ ચિત્તે, સારી રીતે પરીક્ષા આપી શકે તે આ એકશન પ્લાનનો મહત્વનો હેતુ છે. પરીક્ષા તંત્રમાં રોકાયેલ તમામ કર્મચારીઓ / અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY