ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ એક્ટિવિસ્ટોની નજરકેદ સુનાવણી ટળી

0
6

પાંચેય ડાબોરીઓને ૧૨ સપ્ટેમ્બર સુધી નજરબંદ રાખવામાં આવશે
ન્યુ દિલ્હી,તા.૬
ભીમા-કોરેગાંવ કેસમાં નજરકેદ કરાયેલા પાંચ સોશયલ એક્ટિવિસ્ટોના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે પાંચેય એક્ટિવિસ્ટોની નજરકેદને બારમી સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. હાલ તેમની નજરકેદ પરના વચાગાળાના આદેશને લઈને ચર્ચા ચાલુ રહેશે.
આ મામલાની આગામી સુનાવણી બારમી સપ્ટેમ્બરે થશે અને ત્યાં સુધી એક્ટિવિસ્ટોની ધરપકડ પર રોક લગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને આકરો ઠપકો આપતા પોલીસ તપાસને મીડિયાની સામે મૂકવાની પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પોલીસના મોટા અધિકારીઓ વારંવાર મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યા છે.સુપ્રીમ કોર્ટે પુણે પોલીસના એસીપીના નિવેદનો પર આકરું વલણ અખત્યાર કરતા કહ્યું છે કે તેઓ અદાલત પર આક્ષેપ લગાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે પુણેના આસિસ્ટેન્ટ પોલીસ કમિશનર શિવાજી પવારે કહ્યું હતુ કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યારે આ મામલાની સુનાવણી અદાલતમાં થઈ રહી છે.. તો મહારાષ્ટ્ર સરકાર પોતાની પોલીસને વધારે જવાબદાર થવાનો નિર્દેશ આપે. ત્યારે ગૌતમ નવલખાના વકીલ રાજૂ રામચંદ્રને કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો નવલખાના મામલામાં અટકેલો છે. તે નિર્ણયને સંભળાવવાની મંજૂરી આપવામાં આવે.
મહત્વપૂર્ણ છે કે પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં મોટા પ્રમાણમાં હિંસક દેખાવો થયા હતા. આ મામલાની તપાસ દરમિયાન પુણે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના દેશમાં અસ્થિરતા ફેલાવવાની મોટી માઓવાદી સાજિશનો ભાગ હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY