બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં આજે ધો.૧૦નું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર વિદ્યાર્થીઓ સ્કોરીંગ કરી શકે તેવુ પુછાયું હતું. જ્યારે ધો-૧૨ સાયન્સના કેમિસ્ટ્રીના પેપરમાં પ્રશ્નો ટવીસ્ટ કરીને પુછાયા હોવાથી વિદ્યાર્થીઓ મુઝાયા હતા. તો સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર પેપર સરળ હતું. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાય રહેલી પરીક્ષામાં આજે સવારના સેશનમાં ધો-૧૦નું વિજ્ઞાાન અને ટેકનોલોજીનું પેપર હતું. ગત વર્ષે આ પેપરમાં હાર્ડ અને ટવીસ્ટ કરીને પ્રશ્નો પુછાયા હતા. જોકે,આ વર્ષે પરીક્ષા આપીને આવનારા વિદ્યાર્થીઓ ખુશ થઇને બહાર આવતા નજરે પડયા હતા. વિદ્યાર્થીઓ કહેતા હતા કે, આજનું પેપર પણ ગુજરાતીની જેમ જ સ્કોરીંગ રહેશે. બન્ને પાર્ટના સવાલો સરળ પુછાયા હતા. જે પ્રશ્નો ધાર્યા હતા, તે મુજબના જ પુછાતા લખવાની મજા પડી ગઇ હતી. આખુ પેપર ટેકસમાંથી પુછાયું હોવાથી ઝડપથી લખાઇ શકાયું હતું. આજના પેપરમાં ૯૧૬૫૯ વિદ્યાર્થીઓમાંથી ૧૦૩૯ ગેરહાજર રહ્યા હતા.અને ૯૦૬૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બપોરના સેશનમાં ધો-૧૨ સાયન્સના કેમેસ્ટ્રીના પેપરમાં વિદ્યાર્થીઓ અટવાયા હતા. શરૂઆતમાં એમસીકયુના ૬થી ૮ પ્રશ્નો ટવીસ્ટ કરીને અને વિચારી વિચારીને જવાબો લખવા પડે તેમ હતા.જો કે પાર્ટ-૨ માં પ્રશ્નો સરળ પુછાયા હતા. ટુકમાં આ પેપર સરળ પુછાયું ન હતું. સ્કોરીંગ તોડે તેવુ પેપર હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ. જયારે સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્રનું પેપર પાઠયપુસ્તક આધારિત કોઇપણ પ્રકારનું લાબું કે ટવીસ્ટ કર્યા વગર પુછાયું હતું. આ પેપરમાં વિદ્યાર્થીઓના ધાર્યા માર્કસ આવી શકશે. કેમેસ્ટ્રીમાં ૩૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને ૧૬૩૫૦એ પરીક્ષા આપી હતી. તો આંકડાશાસ્ત્રમાં ૧૩૭ વિદ્યાર્થીઓ ગેરહાજર અને ૩૩૫૪૬ હાજર રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"