સુરતી બાળકોનું અદમ્ય સાહસઃ પડકારો સાથે પાર કર્યો બેઝ કેમ્પ એવરેસ્ટ

0
139

14 હજાર ફુટ ઉંચે પાણી ખાલી થયું, શોલ્ડરમાં ઇજા થઇ, તેમ છતા ધનશ્રી-જનમે હાર માની નહી

સુરતના 10 અને 13 વર્ષના બાળકે 14 હજાર ફૂટ ઉંચા બેઝ કેમ્પ એવરેસ્ટ કર્યુ સર

સુરત: આપણે ત્યાં કહેવત છે કે, મજબૂત મનોબળના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને કોઈ યુવાને નહીં પરંતુ સુરતના બે બાળકોએ ચરિતાર્થ કરી છે. હાલમાં જ શહેરની 10 વર્ષની ધનશ્રી અને 13 વર્ષના જનમ મહેતાએ બેઝ કેમ્પ એવરેસ્ટ સર કર્યું હતું. અદમ્ય સાહસનો પરિચય કરાવનારા આ બાળકોએ 14 હજાર ફૂટ ઉંચે પડતી તકલીફો વિશે વાત કરી હતી. પર્વતારોહણ સમયે ધનશ્રીને શોલ્ડરના ભાગમાં ઇજા થઇ હતી, તેમ છતાં એમણે આ સાહસ પૂર્ણ કર્યું હતું.

14 હજારની ફુટ પર પાણી ખાલી થઇ ગયું

બેઝ કેમ્પ એવરેસ્ટનાં ક્લાઇમ્બમાં ત્રીજા દિવસે પેરીચે થી નામચેની ક્લાઇમ્બમાં ધનશ્રી અને જનમે કેરી કરેલુ પાણી પતી ગયુ હતુ. દર વ્યક્તિ દીઠ એ લોકો બે લિટર પાણી કેરી કરતા હતા પણ એ દિવસનાં ટેમ્પરેચર વેરીએશનનાં કારણે ગરમી સખત વધી ગઇ, ક્લાઇમ્બિંગનાં કારણે બોડી પણ હિટ પકડતી હતી જેનાં કારણે પાણીનો ઇન્ટેક વધી ગયો હતો જેનાં કારણે 14,000 ફુટની ઉંચાઇ પર ઓક્સિજન પણ પાતળુ થઇ ગયુ હતુ અને જ્યારે પાણીની સૌથી વધારે જરૂર પડ ત્યારે બોટલ ખોલી ત્યારે પાણી ખાલી જોવા મળ્યું. પાણી વગર પણ બાકીનું ડિસ્ટન્સ ક્લાઇમ્બ કર્યુ.

શોલ્ડરમાં ઇજા થતા એક હાથે સ્ટીક દ્વારા સાહસ પાર પાડ્યું

બેઝ કેમ્પ એવરેસ્ટની ક્લાઇમ્બિંગમાં ધનશ્રીનો પગ સ્લિપ થતાં એનો રાઇટ શોલ્ડર પથ્થર પર પડ્યો જેનાં કારણે એનું આખા બોડીનું વજન શોલ્ડર પર આવ્યું હતું જેનાં કારણે એનો રાઇટ શોલ્ડર ઉતરી ગયો હતો તેમ છતા પણ 6 કિલોનું બેગ ખભા પર લઇને એક હાથે ક્લાઇમ્બ સ્ટીક પકડી ચાર કલાક ક્લાઇમ્બ કર્યુ હતું. ત્યાનાં એક લોકલ આર્યુવેદિકનાં જાણકારને બતાવ્યુ તો એમણે એક્સસાઇઝ કરી ખભાને રેસ્ટ આપવાનું કહ્યુ છતા બેઝ કેમ્પ એવરેસ્ટનું બાકીનું ક્લાઇમ્બિંગ પુરૂ કર્યુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY