કતારગામ વિસ્તારમાં આવેલી હરિનંદદર્શન સોસાયટીના મકાન પર પડી વિજળી
સુરતઃ શહેરમાં એકાએક વાતાવરણમાં પલટાની સાથે મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી હતી. વરાછા અને કતારગામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેથી ગરમી અનુભવતાં લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. જ્યારે કતારગામ વિસ્તારમાં એક મકાન પર વિજળી ત્રાટકી હતી. જેમાં એક કાગડા(પક્ષી)નું મોત થયું હતું.
વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ થયો છે. મહારાષ્ટ્ર પર અપર એર સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતની વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાના પ્રારંભ થયો હોય તેમ ડાંગ બાદ વલસાડમાં અને બપોર આસપાસ સુરતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરના વરાછા અને કતારગામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા મનમુકીને વરસવાનું શરૂ કર્યું હતુ. કતારગામ વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટી (ખાડો)ના મકાન નંબર 181 પર વિજળી ત્રાટકી હતી.
વિજળી પડતાં કાગડાનું મોત
હરિદર્શ સોસાયટીમાં વિજળી પડી તે મકાનનો ભાગ કાળો થઈ ગયો હતો.જ્યારે પ્રચંડ વિજળીના કારણે એક કાગડાનું મોત થયું હતું. વિજળી પડતાં થયેલા ભારે કડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા અને વિજળી પડી તે સ્થળે લોકોના ટોળાં એકઠાં થયા હતાં. જો કે, બાદમાં વરસાદ શરૂ થઈ જતાં વળી લોકો ઘરમાં પુરાઈ જવા મજબૂર બન્યાં હતાં.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"