ગાંધીનગર,
તા.૨૮/૦૩/૨૦૧૮
કેગ રિપોર્ટ-૨૦૧૮માં ચોંકાવનારો ઉલ્લેખ
વન પર્યાવરણ વિભાગે તપાસમાં વાંધો લીધો તે પછી મંજૂરી માંગવામાં આવી
ભાજપ મહેરબાન-અદાણી પહેલવાન : કોંગ્રેસ
સામાન્ય રીતે જંગલ ખાતાની જમીનમાં કોઈ પણ પ્રકારની કામગીરી શરુ કરતા પહેલાં જે તે સત્તાવાળાઓની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં જાણીતી અદાણી પાવર લિમિટેડ કંપનીએ મુંદ્રા-દહેગામ વિજ પ્રવાહ લાઈન નાંખવા માટે પૂર્વ મંજૂરી વિના જ અભ્યારણ વિસ્તારમાં કામ શરુ કરી નાંખ્યુ હતું અને લાઈન નાંખવાની કામગીરી શરુ કર્યાના કેટલાક મહિના બાદ મંજૂરી માટે અરજી કરી હોવાની એક ગંભીર નોંધ ગુજરાત સરકારની કામગીરીના લેખા-જાખાવાળા કેગના ૩૧ માર્ચ-૨૦૧૭ના રોજ પૂરા થતા વર્ષ માટેના આર્થિક ક્ષેત્રના અહેવાલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રના છેલ્લા દિવસે કેગના વિવિધ અહેવાલ રજૂ થયા હતા. જેમાં આર્થિક ક્ષેત્રફળના અહેવાલમાં રક્ષિત વિસ્તારોમાં પ્રવૃત્તિ અંગેનો બાબતમાં એમ જણાવવામાં આવ્યું છે કે અદાણી પાવર લિમિટેડને ગુડખર અભ્યારણની ૫૮.૯૬૮ હેક્ટર જમીનમાં વિજપ્રવાહ લાઈન નાંખવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આના માટે અદાણી પાવહર કંપનીએ વન સંરક્ષણ અધિનિયમ ૧૯૮૦ અને વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ અગાઉથી મંજૂરીઓ લેવી જરૂરી હતી. પરંતુ જ્યારે રક્ષિત વિસ્તારના સત્તાવાળાઓએ ખાસ કરીને વન અને પર્યાવરણ વિભાગના સત્તાવાળાઓએ તપાસ હાથ ધરી ત્યારે તેમના ધ્યાન ઉપર એ બાબત આવી કે અદાણી પાવર કંપનીએ જરૂરી મંજૂરી મેળવ્યા વિના જ વિજ પ્રવાહન લાઈન નાંખી હતી. જાકે વિભાગની ટકોર બાદ કંપનીએ માર્ચ-૨૦૦૯ કામગીરી બંધ કરી હતી. ત્યારબાદ તેમણે અરજી કરી અને પર્યાવરણ,વન અને જળવાયુ મંત્રાલયે વન સંરક્ષણ અધિનિયમ-૧૯૮૦ હેઠળ જંગલની જમીનના માર્ગાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મે-૨૦૦૯માં આપી હતી.
કેગ આૅડિટે એવું પણ અવલોકન કર્યું હતું કે અદાણી પાવર કંપનીએ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ ૨૯ હેઠળ અભ્યારણની જમીનના(જંગલ અને બિન જંગલ) માર્ગાંતર માટે મે-૨૦૦૯માં એટલે કે જાન્યુઆરી-૨૦૦૯ કામગીરી શરુ કર્યા બાદ એટલે કે ચાર પાંચ મહિના પછી મંજૂરી માટેની અરજી કરી હતી. એ જ રીતે અદાણી પોર્ટ લિમિટેડે પણ જાન્યુઆરી-૨૦૦૯માં કામ શરુ કરતાં પહેલાં વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ જરૂરી મંજૂરી મેળવી નહોતી અને જરૂરી મંજૂરીની જાગવાઈઓના ઉલ્લંઘન રૂપે આ અધિનિયમો હેઠળ જરૂરી મંજૂરીઓ મેળવ્યા પહેલાં જ વિજ પ્રવાહન લાઈન નાંખી હતી. આૅડિટમાં એવી નોંધ છે કે ઉલ્લંઘન માટે પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત જણાયેલ વ્યક્તિઓ સામેની મુસદ્દા રૂપ ફરિયાદ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. પરંતુ બે વર્ષ વિતી ગયા બાદ પણ પર્યાવરણ વન અને જળવાયુ મંત્રાલયની સૂચનાઓ પર કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. ડિસેમ્બર-૨૦૧૭માં જ્યારે કેગ દ્વારા આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો ત્યાં સુધીમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક(વન્ય જીવન)નો જવાબ મળ્યો નથી. આમ અદાણી પાવર કંપનીએ કાયદાની ઐસી-તૈસી કરીને જાણે કે મંજૂરી મળી જ જશે એમ માનીને જંગલ ખાતાની જમીનમાં વિજ પ્રવાહન લાઈન નાંખવાની કામગીરી કરી હતી. કેગ દ્વારા તેનો જવાબ માંગવા છતાં રાજ્ય સરકાર દ્વારા કેગને એનો કોઈ જવાબ અહેવાલ તૈયાર થયો ત્યાં સુધીમાં આપવાની તસ્દી પણ લેવામાં આવી નહોતી.
દરમ્યાનમાં વિપક્ષ કોંગ્રેસે કેગના આ રિપોર્ટમાં અદાણી પાવર કંપનીની કામગીરી અને વિશેષ કરીને વગર મંજૂરીએ વિજળીના વાયર નાંખી દેવાની ઘટનાના સંદર્ભમાં એમ કહ્યું કે ભાજપ સરકારના ચાર હાથ અદાણી કંપની ઉપર છે ત્યારે અદાણી કંપનીએ એમ જ માન્યું હશે કે સરકાર તેમનું બગાડી શકે તેમ નથી તેથી વગર મંજૂરીએ જંગલ ખાતાની જમીન કે જેના એક ઈંચમાં પણ બાંધકામ કે ફેરફાર કે કામગીરી કરવી તો કેટલાય પ્રકારની મંજૂરીઓ ગરીબ આદિવાસી લોકોએ લેવી પડતી હોય છે પરંતુ કેગમાં જેનો ઉલ્લેખ છે તે કિસ્સામાં અદાણીએ જાણે કે ભાજપ સરકાર પોતાના ખિસ્સામાં હોય તેમ કામગીરી શરુ કર્યા બાદ મંજૂરી મેળવી હતી જે વખોડવાને પાત્ર છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"