ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બળાત્કારની સામે રોજી-રોટી મળી રહે છે ઃ સરોજ ખાન

0
19

કોરિયોગ્રાફરનું વિવાદાસ્પદ નિવેદન,બોલિવૂડમાં દરેક યુવતી પર કોઈને કોઈ હાથ નાખે છે
મુંબઈ,તા.૨૪
આડેધડ નિવેદનો આપવા અને ગુસ્સા માટે પ્રખ્યાત કારિયોરગ્રાફર સરોજ ખાને દેશમાં થઇ રહેલા દુષ્કર્મ મામલા પર વિવાદાસ્પદ નિવેદન આપીને એક નવો પ્રશ્ન ઉભો કરી દીધો છે. સરોજ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ અને દુષ્કર્મ અંગે કÌšં કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જા દુષ્કર્મ કે કાસ્ટિંગ કાઉચ હોય છે તો રોટી પણ મળે છે. જેની સાથે ખોટું થયું છે તેને છોડવામાં આવતા નથી, પરંતુ તેને કામ આપવામાં આવે છે.
પોતાના વિવાદસ્પદ નિવદેન અંગે સરોજ ખાને કહ્યુ કે હવે મેં શું ખોટું કહી દીધું છે. જે સત્ય છે તે જ કÌšં છે. મારી કહેલી વાતને લોકો ખોટી કહી રહ્યા છે તો શું કરી શકાય. મેં તો એટલું જ કÌšં છે કે દરેક બિઝનેસમાં કાસ્ટિંગ કાઉચ હોય છે. હવે આ તો પોતાની ઉપર છે કે આપણે શું કરવા માંગીએ છીએ, શું નહીં. હું દુષ્કર્મ જેવા ગુનાને સાચી કહી રહી નથી. મારું કહેવાનું એટલું જ છે કે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર જ કેમ આંગળી ઉઠાવે છે. શું આ બધું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બહાર બીજી ઓફિસમાં નથી થતું.
સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને ખોટું ગણાવ્યું નથી. સરોજ ખાને કહ્યુ કે કાસ્ટિંગ કાઉચ કોઇ નવી વાત નથી. આ તો બાબા આઝમ એટલે કે જૂના જમાનાથી ચાલતું આવ્યું છે. સરોજ ખાને કહ્યુ કે દરેક છોકરીની ઉપર કોઇને કોઇ હાથ સાફ કરવાની કોશિષ કરે છે. સરકારના લોકો પણ કરે છે પછી લોકો ફિલ્મ જગતની પાછળ કેમ પડ્યાં છે. ફિલ્મ જગત કમ સે કમ રોટી તો આપે છે. દુષ્કર્મ કરીને છોડી તો નથી દેતાને. આ છોકરી ઉપર છે કે તે શું ઇચ્છે છે.
આપને જણાવી દઇએ કે સરોજ ખાન મોટાભાગે પોતાના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે. સરોજ ખાનના આ નિવેદનથી એ તમામ અભિનેત્રીઓને કઠેડામાં ઉભી કરી દીધી છે જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. સરોજ ખાનના મતે કાસ્ટિંગ કાઉચ થવા માટે આખરે છોકરીઓ જ દોષિત છે, કારણ કે કોઇપણ પરિસ્થિતિમાં તેણે આમ થવા દીધું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY