ઇંદોર,
આધ્યાત્મિક ગુરુ ભૈય્યુજી મહારાજનો જાતે ગોળી મારી આપઘાત મોદીએ મુખ્યમંત્રી તરીકે જ્યારે સદભાવના ઉપવાસ કર્યા હતા ત્યારે પારવા માટે ભૈય્યુજી મહારાજને આમંત્રિત કરાયા હતા
આધ્યાÂત્મક ગુરુ ભૈય્યુજી મહારાજે જાતે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. ઇન્દોર ખાતે તેમણે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આધ્યાÂત્મક ગુરુએ જાતને ગોળી મારી લીધાના સમાચાર જાણીને તેમના અનેક સમર્થકો ઘર ખાતે પહોંચી ગયા હતા. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તેમના ઘરે દોડી ગયા હતા. તેમણે શા માટે આવું પગલું ભર્યું છે તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. તેમને સારવાર માટે ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભૈયુજી મહારાજે આત્મહત્યા કરવા માટે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેમને લખ્યું છે કે તેમના મોત માટે કોઈ જવાબદાર નથી. આ ઉપરાંત તેઓએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમના પરિવારમાં વિવાદ હતો. તે કારણસર જ તેઓ અવસાદગ્રસ્ત થઈ ગયા હતા. જા કે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે સુસાઈડ નોટ અને પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પરિવારના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.
ભૈય્યુજી મહારાજે પ્રથમ પત્નીના મોત બાદ ગયા વર્ષે જ બીજા લગ્ન કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૈય્યુ મહારાજે મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના મકાનના બીજા માળે લમણે ગોળી મારી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી તેઓ પારિવારિક વિવાદથી પરેશાન હતા. આ જ કારણે તેમણે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીધો હતો.
ભૈય્યુજી મહારાજને તાજેતરમાં જ મધ્ય પ્રદેશ સરકારે મંત્રીનો દરજ્જો આપ્યો હતો. જાકે, તેમણે આ મંત્રી પદનો સ્વીકાર કર્યો ન હતો. અણ્ણા હજારેનું આંદોલન સમાપ્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે તેમને દૂત બનાવીને મોકલ્યા હતા, બાદમાં અણ્ણા હજારેએ તેમના ક હેવાથી ઉપવાસ છોડી દીધા હતા. આ ઘટના બાદ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.
વડાપ્રધાન બનતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સદભાવના ઉપવાસ પર બેઠા હતા. આ સમયે ભેય્યુજી મહારાજે તેમને ઉપવાસ ખોલાવ્યા હતા. ભૈય્યુજી મહારાજના આશ્રમની મુલાકાત અનેક નેતાઓ લઈ ચુક્યા છે. જેમાં વડાપ્રધાન મોદી, વિલાસરાવ દેશમુખ, શરદ પવાર, લતા મંગેશકર, ઉદ્ધવ અને રાજ ઠાકરે, આશા ભોંસલે, અનુરાધા પૌડવાલ, પૂર્વ રાષ્ટÙપતિ પ્રતિભા પાટિલનો સમાવેશ થાય છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






