સોમનાથ,તા.૬
પીએમ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન સમગ્ર દેશમાં જારશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. દેશના પવિત્ર યાત્રા ધામમાં સ્વચ્છતા મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા દરવખતે એવોર્ડ આપવામાં આવે છે, ત્યારે આ વખતે ગુજરાતના સોમનાથ મંદિર એટલે કે પહેલા જ્યોતિલિંગે દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ઉજ્જૈન મહાકાલ મંદિરને પ્રથમ સ્વચ્છ યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે.
આ અંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટ અધ્વર્યુએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતના સ્થળોના ત્રણ તબક્કામાં સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સોમનાથ મંદિરનો બીજા તબક્કામાં સમાવેશ કરાયો છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન ઉમા ભારતી દ્વારા સ્વચ્છતા અંગેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સ્વચ્છતા બાબતે સોમનાથ મંદિરનો પ્રથમ નંબર આવવા બાબતે યાત્રાધામ વિકાસ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, બોર્ડ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવે છે. તેમજ સ્વચ્છતા અંગેનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ સોમનાથ મંદિર વેરાવળ નગરપાલિકામાં આવે છે અને ખુલ્લી ગટર હોવાને કારણે પ્રથમ સ્થાન ગુમાવવું પડ્યું છે. જ્યારે હવે આ બાબતે નગરપાલિકાનું ધ્યાન દોરીને પ્રથમ નંબર પર આવવાનો પ્રયાસ કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




