અદીસ અબાબા,તા.૧૧
ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાની પાસે રવિવારના રોજ થયેલ એક મોટા વિમાન અકસ્માતમાં ૧૫૭ પેસેન્જર્સના મોત થયા ત્યાં બે મિનિટ મોડા પહોંચતા એક પેસેન્જરનો જીવ બચી ગયો. રવિવારના રોજ સર્જાયેલા આ અકસ્માત અંગે એક ગ્રીક વ્યકિત એ કહ્યું કે તેઓ નૈરોબી-બાઉન્ડ ઇથોપિયન એરલાઇન્સ બોઇંગ વિમાનના ૧૫૦મા પેસેન્જર હતા, જે ઉડાન ભરતાં સમયે દુર્ઘટનાગ્રસ્ત થતા વિમાન અકસ્માતમાં મરી જાત, પરંતુ બોર્ડિગ માટે તેમને બે મિનિટ મોડું થયું અને આ ૨ મિનિટ તેમના જીવન માટે મોટું વરદાન સાબિત થયું. કારણ કે બે મિનિટ મોડા પહોંચતા તેમનો જીવ બચી ગયો.
વાત એમ છે કે ગ્રીના અંટોનિસ માવરોપોલોસ આ વિમાનમાં બેસવા માટે બે મિનિટ મોડા પહોંચતા તેમને એન્ટ્રી મળી નહી. તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યાં સુધીમાં બો‹ડગ બંધ થઇ ગયું હતું. તેના લીધે તેઓ ફ્લાઇટ પકડી શકયા નહીં. એવામાં તેમણે અધિકારીઓને અંદર જવાની ભલામણ પણ કરી, પરંતુ કોઇએ તેમની વાત સાંભળી નહીં અને તેમને મુસાફરી રદ્દ કરવી પડી. ત્યારે અંટોનિસને સમાચાર મળ્યા કે જે વિમાનમાં તેઓ મુસાફરી કરવાના હતા તે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે અને વિમાનમાં સવાર કેટલાંય પેસેન્જર્સના મોત થયા છે. તેના પર એક અધિકારીએ અંટોનિસને કહ્યું કે વિરોધ ના કરો અને ભગવાનનો આભાર મનો કારણ કે તમે એક જ એવા મુસાફર છો જેણે ફલાઇટ-૩૦૨માં પ્રવેશ કર્યો નહીં.
ત્યારબાદ અંટોનિસે ફેસબુક પોસ્ટ દ્વારા આ આખી ઘટના અંગે જણાવ્યું અને ૧૦મી માર્ચ ૨૦૧૯ – મારો ભાગ્યશાળી દિવસ નામથી એક પોસ્ટ પર આખી ઘટના અંગે જણાવ્યું. આપને જણાવી દઇએ કે ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી નૈરોબી માટે ઉડાન ભર્યાના ૬ મિનિટ બાદ જ ઇથોપિયન એરલાઇન્સનું બોઇંગ ૭૩૭ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું અને તેમાં સવાર ૬ ભારતીય નાગરિક, પર્યટકો, અને બિઝનેસમેન સહિત ૧૫૭ લોકોના મોત થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






