જીત તો મહત્વની, પણ કરેલી ભૂલોથી ઘણું શીખવું પડશે : કોહલી

0
9

એડિલેડ,તા.૧૦

જીત બાદ કોહલીએ ખુશી વ્યક્ત કરી હતી. કોહલીએ કહ્યું કે, “સીરીઝની પહેલી મેચ જીતવી હંમેશા સારી હોય છે અને આનાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે.” ભારતીય કેપ્ટને કહ્યું કે, “આ જીત અમારા માટે ઘણી મોટી છે.” કોહલીએ પહેલા દાવમાં શાનદાર સદી ફટકારનારા ચેતેશ્વર પૂજારાની પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું, “પુજારાએ પહેલા દાવમાં નીચેના ક્રમનાં બેટ્‌સમેન સાથે સારા રન જાડ્યા હતા.”
કોહલીએ સાથે સાથે કહ્યું કે, “જીત તો મહત્વની છે, પરંતુ આની પર સંપૂર્ણ રીતે ખુશ ના થઈ શકીએ. અમારે અમારી ભૂલોથી શીખવું પડશે.” આૅસ્ટ્રેલિયાનાં બીજા દાવમાં પહેલી આૅવરમાં ઇશાંત શર્માની બોલિંગમાં આરોન ફિંચને એમ્પાયરે એલબીડબ્લ્યુ આઉટ આપી દીધો હતો, પરંતુ રિવ્યૂમાં ખબર પડી કે ઇશાંતનો પગ પાપિંગ ક્રીઝની બહાર હતો. કોહલીએ રહ્યું કે, “અમે આશા રાખીએ છીએ કે હવે આ ભૂલોનું પુનરાવર્તન નહીં થાય.”
કોહલીએ અશ્વિન વિશે કહ્યું કે, “અશ્વિનને જે જવાબદારી આપવામાં આવી હતી તેને તેણે સારી રીતે નિભાવી. તેણે યોગ્ય જગ્યાએ બોલિંગ કરી અને દબાવ બનાવ્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY