આૅસ્ટ્રેલિયન ટીમે કોહલીનાં ધાક હેઠળ ન રમવું જાઈએ : રિકી પાન્ટિંગ

0
9

એડિલેડ,તા.૪
વિરાટ કોહલીને હચમચાવી શકાય છે અને ભારતના તે કેપ્ટનની ધાક હેઠળ રમવાને બદલે આૅસ્ટ્રેલિયાની ટીમે તેનો વહેલી તકે નિકાલ કરવાનું વિચારવું જાઈએ, એમ ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગે કહ્યું હતું. ભારત અને આયોજક આૅસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની શ્રેણીનો અહીં પહેલી મેચથી ગુરુવારે પ્રારંભ થનાર છે અને કોહલીને ન ઉશ્કેરવા માટે આયોજક રાષ્ટ્રના ભૂતપૂર્વ બેટ્‌સમેન ડીન જાન્સે કાંગારું ખેલાડીઓને સલાહ આપી છે.
“હું માનું છું કે કોહલીને હચમચાવી શકાય છે અને માઈકલ જહોનસને તેની ડરામણી બાલિંગ વડે તેને અગાઉ થોડી વેળા હચમચાવ્યો હતો, એમ પોન્ટિંગે કહેતા ઉમેયુર્‌ં હતું કે આૅસ્ટ્રેલિયન ટીમે તેના ધાક હેઠળ ન રમવું જાઈએ. ભારત ચાર વર્ષ અગાઉ આૅસ્ટ્રેલિયા ખાતે પોતાના છેલ્લા પ્રવાસમાં ચાર ટેસ્ટભરી શ્રેણી ૦-૨થી હારી ગયું હતું, પણ કોહલીએ ત્યારે ચાર સદી ફટકારવા સાથે કુલ ૬૯૨ રન કરી ૮૬.૨૫ રનની બૅટિંગ સરેરાશ હાંસલ કરી હતી.
પોન્ટિંગે કહ્યું હતું કે જેમ્સ એન્ડરસને કોહલીને ઘણી વેળા મૂંઝવણમાં મુકિયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY