૩૧ ઓક્ટોબર ‘એકતા દિને’ શાળા ચાલુ રાખવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય

0
8

ગાંધીનગર,તા.૨૭
૩૧ ઓક્ટોબરનાં રોજ એકતા દિન હોવાને કારણે તે દિવસે જાહેર રજા હોય છે. આમ તો આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. પણ આ વખથે ૩૧ ઓક્ટોબરનાં રોજ શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, ૩૧મી ઓક્ટોબરનાં રોજ આમ તો જાહેર રજા હોય છે પણ એકતા દિવસની ઉજવણી કરવા માટે શાળાઓ એક કલાકનાં સમય માટે ચાલુ રાખવામાં આવશે.
આપને જણાવી દઇએ કે આ પહેલાં ૨ ઓક્ટોબર ગાંધી જયંતીનાં દિવસે પણ એક ક્લાક માટે શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી અને આ દિવસને સ્વચ્છતા દિન તરીકે શાળાઓમાં ઉજવવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY