સેન્ટ્રલ બેંક મેનેજરે લાંચ માંગતા એસીબીએ ધરપકડ કરી

0
23

જામનગર,તા.૨૬
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે સેન્ટ્રલ બેંકમાં મેનેજર તરીકેની ફરજ બજાવતા કર્મચારીએ એક અરજદાર પાસેથી આઠ હજારની લાંચ માંગવામાં આવી હતી. આ ફરિયાદને લઈને રાજકોટ એસીબી દ્વારા ખરેડી ગામે અરજદારની દુકાને ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં બેંક મેનેજર આઠ હજારની લાંચ લેતા આબાદ ફસાઈ ગયા હતા.
જામનગર જિલ્લાના સિક્કા ગામના પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયાની ઘટનાને એક જ સપ્તાહનો સમય થયો છે ત્યાં વધુ એક સરકારી બાબુ લાંચ કેસમાં આબાદ સપડાઈ ગયા છે. કાલાવડ તાલુકાના ખરેડી ગામના એક અરજદારે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કુટીર ઉદ્યોગ માટે લોનની અરજી કરી હતી. જેના આધારે ખરેડી સેન્ટ્રલ બેંકમાંથી આ અરજદારની લોન મંજુર કરવામાં આવી હતી. આ મંજુર થયેલ લોનનો ડીમાંડ ડ્રાફ્ટ કાઢી આપવા માટે સ્થાનિક બ્રાન્ચના મેનેજર અતુલકુમાર વૃજભુસન સહાયએ રૂપિયા આઠ હજારની લાંચની માંગણી કરી હતી. જે સંબધે અરજદાર દ્વારા રાજકોટ એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે રાજકોટ એસીબી દ્વારા ખરેડી ગામે અરજદારની દુકાને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં બેંક મેનેજર અતુલ સહાય રૂપિયા આઠ હજારની લાંચ લેતા આબાદ જડપી લેવાયા હતા. એસીબીની ટીમે આરોપી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY