ભરૂચ નગરપાલિકા એ શહેરના દાંડિયા બજારથી લાલબજાર સુધીના દબાણો હટાવ્યા

0
454

ભરુચ પાલિકાની દબાણ શાખા દ્વારા આજ રોજ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. દાંડિયા બજાર,ધોળીકુઈથી લાલબજાર વિસ્તાર સુધીના દબાણ હટાવી દેવામાં આવ્યા હતા.

શહેરમાં તાજેતરમાં પાલિકા તથા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું સખ્ત રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે ટ્રાફિકમાં અવરોધ કરતા વાહનોને દંડ ફટાકારીને ડિટેન કરવામાં આવી રહ્યા છે.ત્યાં બીજી બાજુ ભરુચ નગરપાલિકા દ્વારા જે દુકાનદારો એ ટ્રાફિકને નડતરરૂપ દબાણો કર્યા છે. તેની ઉપર પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નગરપાલિકામાં આવતા વિસ્તારો માં આ ઝૂંબેશ અવિરત પણે ચાલતું રહેશે તેવું આ ઝૂંબેશમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું હતું. કાર્યવાહીમાં પ્રોબેશનલ આઈ.એ.એસ નિરાંત પરીખ, દબાણ શાખાના સલીમ દરોગા તથા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હજાર રહ્યો હતો.નડતર રૂપ દબાણોને હટાવવામાં આવ્યા હતાં.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY