ગૂગલ પર સર્ચ થવામાં યોગી આદિત્યનાથ પ્રથમ નંબરે,મોદીને પછાડ્યા!!

0
9

ન્યુ દિલ્હી,તા.૨૬
લોકોને ગૂગલ પર આવવાનો ખૂબ શોખ હોય છે. અવારનવાર લોકો બીજાનાં મોઢે એવું કહેતા ફરતા હોય છે કે હું ગૂગલમાં છું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ગૂગલ ટ્રેન્ડ્‌સ મુજબ, દેશના ભૂતપૂર્વ અને વર્તમાન મુખ્ય પ્રધાનોમાં યોગી આદિત્યનાથ સૌથી વધુ સર્ચ થયેલા નેતા છે. એટલું જ નહીં, છેલ્લા એક વર્ષથી તે નંબર વન પર છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપે તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સ્ટાર કેમ્પેન તરીકે પસંદગી કરી ત્યારે આ વલણો ચર્ચામાં આવ્યા હતા.
જા કે, આ રાજ્યોમાં યોગી આદિત્યનાથ રેલીઓ અને જાહેર સભાઓને સંબોધશે કે નહીં તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. વાસ્તવમાં અગાઉની ચૂંટણીમાં આદિત્યનાથને ભાજપના સ્ટાર તરીકે પણ પસંદ કર્યા છે. કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ગોવા અને ત્રિપુરામાં યોગીની લોકપ્રિયતા ભાજપમાં ખૂબ ઉભરી આવી.
ગોરખનાથ મંદિરના મુખ્ય પાદરી યોગી આદિત્યનાથ બીજેપી શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનની લોકપ્રિયતામાં ખૂબ આગળ છે. આ વલણ મુજબ, યોગીનું નામ ૭૦ ટકા લોકોએ સર્ચ કર્યું, જેમાંના મોટા ભાગના લોકો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. તેમાં યુપી, ત્રિપુરા, દાદર અને નગર હવેલી અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. જા કે, આઇટી નિષ્ણાતોનું કહેવું છે કે ગૂગલ ટ્રેડ્‌સ માત્ર એ જ સમજાવે છે કે યોગી કેટલીવાર સર્ચ કરવામાં આવ્યા છે. નિષ્ણાત અનુસાર, ‘ગૂગલ ટ્રેન્ડ્‌સ કોઈ વ્યક્તિની લોકપ્રિયતા માટેનું માપદંડ નથી.’ યુપી ભાજપના પ્રવક્તા ચંદ્ર મોહન જણાવે છે કે યોગીની લોકપ્રિયતા તેમના કાર્ય કરવાના કારણે છે. તે કહે છે કે તેની લોકપ્રિયતા માત્ર ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં જ નહીં પણ દક્ષિણ કેરળના રાજ્યમાં પણ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY