ત્રણ વર્ષમાં ૩૦ હજાર સેનિકો મોતને ભેટ્યા છેઃ અફઘાન રાષ્ટ્રપતિ ગની

0
6

અમેરિકાના તાલિબાનનો ખાતમો કરવાના દાવાઓની પોલ ખોલતા યુદ્ધ પરિણામો
કાબૂલ,તા.૧૭
વિશ્વ ઇતિહાસ પણ ચાડી ખાય છે કે યુદ્ધ કેવા ગંભીર પરિણામો આપે છે. છતા તેના જીવંત ઉદાહરણ તરીકે અફઘાનિસ્તાનની પરિસ્થિતિઓ સમગ્ર વિશ્વ સમક્ષ છે. તાજેતરમાં જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ એક નિવેદનમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં અફઘાનિસ્તાનની યુદ્ધસ્થિતિ અફઘાન સુરક્ષા દળોના ૩૦ હજાર કર્મચારીઓનો ભોગ લીધો છે.
આ સપ્તાહમાં વોશિંગ્ટનમાં સ્થિત જાન્સ હોકિંસ સ્કુલ ઓફ એડવાન્સ ઇન્ટરનેશનલ સ્ટડીઝ સાથે વીડિયો લિન્ક પર વાતચીત કરતા ગનીએ આ માહિતી આપી હતી. ગની આ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર પણ રહી ચુક્્યા હતા. ગનીએ નિવેદનમાં જણાવ્યું કે, ૨૦૧૫ની શરૂઆતમાં સ્થાનીક પોલીસ અને અન્ય સૈન્ય ટુકડીઓએ નાટો પાસેથી સુરક્ષાની જવાબદારી લીધા પછી અત્યાર સુધી અમારા ૨૮ હજાર ૫૨૯ સુરક્ષા કર્મચારીઓ તેમનો જીવ ગુમાવી બેઠા છે.
આ સમય દરમિયાન ૫૮ હજાર અમેરિકન સેનિકો પણ મોતને ઘાટ ઉતારી દેવાયા છે. અફઘાનિસ્તાનમાં સુરક્ષા કર્મચારીઓના મોતના આંકડા સતત વધી રહ્યા છે, જે અમેરિકાની નિષ્ફળતા બતાવે છે. અમેરિકા સતત દાવો કરતું આવ્યું છે કે, તેણે તાલિબાન પર અંકુશ મેળવ્યો છે. પરંતુ યુદ્ધની પરિસ્થિતિ તાલિબાનને પહેલા કરતાં વધારે મજબૂત બતાવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY