અમદાવાદ,તા.૧૭
વિનય શાહ બાદ હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે. રોકાણ પર વળતર આપવાની લાલચ આપી ગ્રાહકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવામાં આવ્યું છે. જે મામલે કંપનીના ભોગ બનનાર એજન્ટ વાડજ પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ કરવા પહોંચયા છે.
કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કરેલ કરોડોના કૌભાંડ મામલે કંપનીના એજન્ટો પોલીસ મથક પહોંચ્યા છે. કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રોકાણ કરોને કંપનીમા રોકાણનું ઊંચું વળતર આપવની લાલચ આપી અનેક લોકોના રૂપિયા લીધા છે. વાડજમાં પોલીસ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં એજન્ટો પણ કિમ કંપની સામે ફરિયાદ કરવા પહોંચ્યા છે.
કંપની દ્વારા રાજ્યના અનેક શહેરોમાં ઓફિસ ખોલી અને રોકાણના નામે રૂપિયા લીધા છે. ચેઇન સ્વરૂપે આ કંપનીમાં પણ એજન્ટો અન્ય લોકોને લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.
હાલ તો વાડજ પોલીસે કંપનીના તમામ એજન્ટોના નિવેદનો નોંધી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ એક બાદ એક ગુજરાતમાં કૌભાંડ બહાર આવતા અનેક લોકોના રૂપિયા ડૂબ્યા છે. ત્યારે હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જાવાનું રહ્યુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



