કાબુલ,તા.૨૦
શનિવારે અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં મતદાન કેન્દ્રો પર મતદાન દરમિયાન બોબ્મ ધડાકા થયા હતા. લાંબા સમય પછી થઇ રહેલી સંસદ ચૂંટણી શનિવારે સવારે આરંભ થઇ હતી. જેની સુરક્ષા અર્થે હજારો સુરક્ષા દળોને સક્રિય કરવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનના રાષ્ટÙપતિ અશરફ ગનીએ આ મામલે અફઘાનની પ્રજાને અભિનંદન પાઠવ્યા હતા અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં બૈલેટ પેપર પહોચાડવા બદલ સુરક્ષા દળો અને વાયુસેનાની પ્રંશસા કરી હતી. ચૂંટણી પંચે ૮૮ લાખ લોકોની નોંધણી કરી હતી.
આ સપ્તાહમાં તાલિબાનના હુમલામાં અફઘાનિસ્તાનના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓના મોત થયા હતા. આ હુમલામાં કેટલાક અધિકારીઓ ગંભીર રીતે ઇજા પામ્યા હતા. જેના કારણે ચૂંટણીનું વાતાવરણ ડોહળાયું હતું. એક રિપોર્ટ મુજબ સુરક્ષા અને મતદાનમાં ગડબડીની શંકાઓ સાથે સવારે સાત વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. નોટા દ્વારા ૨૦૧૪માં આતંકવાદી વિરોધી ઝુંબેશ સમાપ્ત કર્યા બાદ અફઘાનમાં પહેલી વાર મતદાન થઇ રહ્યું છે.
આ ચૂંટણીમાં ૨,૫૬૪ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાં ૧૬ ટકા મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ પહેલા અફઘાનિસ્તાનમાં વિતેલા પાંચ મહિના દરમિયાન આતંકી હુમલાઓમાં કેટલાક ચૂંટણી કર્મચારીઓ, મતદાતાઓ અને ઓછામાં ઓછા ૧૦ જેટલા ઉમેદવારોની હત્યા થઇ ચુકી હતી.
ચૂંટણીનો વિરોધ કરતા તાલિબાને શુક્રવારે ધમકી આપી હતી કે અમારા યોદ્ધાઓ બધા જ મહત્વના અને નાના માર્ગોમાં અવરોધ બનશે. બીજી તરફ અફઘાન સરકારે મતદાતાઓ અને મતદાન કેન્દ્રોની સલામતી માટે ૫૪,૦૦૦થી વધારે સૈનિકોને સક્રિય કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





