શાર્કનુ નામ આવતીની સાથે જ તેના ખુંખાર જડબા નજરની સામે આવી જાય છે. શાર્કના સંબંધમાં ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે શાર્કના ખતરનાક દાંત ક્યારેય ખતમ થતા નથી. વારંવાર નવા નવા દાંત આવી જાય છે. શાર્ક સાથે જાડાયેલી રસપ્રદ બાબતો પર ધ્યાન આપવામાં આવે તો કહી શકાય છે કે ૩૦૦૦૦થી પણ વધુ વખત તેના દાંત ઉગી શકે છે. નિષ્ણાંત લોકો કહે છે કે શાર્કના દાંત તુટી જવાની સાથે જ તરત નવા દાંત આવી જાય છે. બુલ શાર્ક કોઇ પણ પ્રકારના પાણીમાં રહી શકે છે. શિકારના સમય શાર્ક માછલી ક્યારેય કોઇ અવાજ પણ કરતી નથી. શાર્કના જડબા સિંહ કરતા બે ગણા મોટા હોય છે. જેના કારણે તે સરળતાથી હુમલો કરી શકે છે. તે તરવામાં પણ ખુબ ઝડપી હોય છે. વિશ્વની સૌથી ઝડપી સેલ્મન શાર્ક ૫૫ માઇલ પ્રતિ કલાકની ઝડપે તરે છે. શાર્કની એક પ્રજાતિ શાર્ક ખતરનાક હોતી નથી. તે પોતાના મોટા ભાગના સમયને સરળતાથી ગાળે છે આરામમાં સમય ગાળે છે. ડાર્ફ લાલટ્રેન અને પિગ્મી શાર્ક સૌથી નાના કદની શાર્ક તરીકે હોય છે. દર વર્ષે શાર્કથી કરડવાના આશરે ૫૦ ઘટના હોય છે. જેમાં માત્ર ૧૦ ટકા જ જીવલેણ હોય છે. માદા શાર્ક નરથી વધુ કદ ધરાવે છે. તે કઇ પણ ખાઇ શકે છે. શાર્કની આશરે ૪૦૦ કરતા પણ વધારે પ્રજાતિ રહેલી છે. તેના પંખની માંગ સુપ બનાવવા માટે હોય છે. જેથી તેની તસ્કરીની ઘટના હાલના સમયમાં સતત વધી રહી છે. શાર્ક સાથે જાડાયેલા ઇતિહાસમાં નજર કરવામાં આવે તો સૌથી ખતરનાક બાબત તો તેના ખતરનાક દાંત છે. જે ૩૦૦૦૦ કરતા પણ વધારે વખત તરત આવી જાય છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





