ન્યુ દિલ્હી,તા.૨૦
જા હવે તમે ભુતાન જવાની યોજના બનાવી રહ્યા હો તો તમારા એન્ટ્રી ડોક્યુમેન્ટ અંગે ફરી એક વાર તપાસ કરી લેજા. વાસ્તવમાં હવે ભુતાનમાં એન્ટ્રી માટે જરૂરી ડોકયુમેન્ટને લઇને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ભારતથી ભુતાન જતા લોકોને રેશનકાર્ડ, આધારકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડતી હતી, પરંતુ હવે નવા નિયમો બાદ આ ડોકયુમેન્ટસની કોઇ અગત્યતા નહીં રહે.
૧ જાન્યુઆરી, ર૦૧૯થી ભુતાન જનારા લોકો પાસે મતદાર ઓળખપત્ર અથવા કાનૂની પાસપોર્ટ હોવો ફરજિયાત બનશે. નવા નિયમો હેઠળ રેશનિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ડોકયુમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. બાળકો માટે અંગ્રેજીમાં તૈયાર થયેલ જન્મ પ્રમાણપત્રની જરૂર પડશે. વાસ્તવમાં અત્યાર સુધી જે દસ્તાવેજાના આધારે ભુતાનમાં એન્ટ્રી આપવામાં આવતી હતી, તે સાચા હોવાને લઇને શંકા પ્રવર્તતી હતી.
અધિકારીઓ એ વેરીફાઇ નહોતા કરી શકતા કે જમા કરવામાં આવેલા દસ્તાવેજા સાચા છે કે નહીં? એટલા માટે હવે પાસપોર્ટ અને મતદાર ઓળખપત્ર ફરજિયાત કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી ભુતાન જનારા લોકોને સરકાર દ્વારા જારી કરાયેલ ડોકયુમેન્ટસનાં આધારે આઇડેન્ટિફિકેશન સ્લીપ જારી કરવામાં આવતી હતી. હવે આ સ્લીપના સ્થાને મુલાકાતીઓને એન્ટ્રી પરમીટ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પરમિટ દ્વારા મુલાકાતીઓ માત્ર પારો અને થીમ્મુની યાત્રા કરી શકે છે. હવે જા તમે આ બંને સ્થળ ઉપરાંત ભુતાનનાં અન્ય સ્થળોએ જવા માગતા હો તો તમારે સ્પેશિયલ એરિયા પરમિટની જરૂર પડશે. આ ડોકયુમેન્ટની તપાસ બાદ થીમ્પુ સ્થિત ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સ્પેશિયલ એરિયા પરમીટ ઇશ્યૂ કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



