અફઘાનિસ્તાનના બાદગિસમાં તાલિબાની હુમલો: ૩૦ સૈનિકોના મોત

0
12

બાદગિસ,તા.૨૦
અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓ દ્વારા બે ચેક પોઈન્ટ પર હુમલા કરવામાં આવ્યા છે. તાલિબાનોના હુમલામાં ત્રીસ જેટલા અફઘાનિસ્તાનના સરકારી દળોના સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. તાલિબાનોએ પશ્ચિમ બાદગિસ રાજ્યમાં હુમલા કર્યા છે.
બાદગિસની પ્રાંતીય પરિષદના પ્રમુખ અબ્દુલ અજીજ બેગે કહ્યુ છે કે તાલિબાની આતંકીઓએ પહેલા ચેકપોઈન્ટ પર હુમલો કર્યો હતો અને બાદમાં બાલા મુર્ગાબ જિલ્લામાં બચાવ માટે આવી રહેલા સુરક્ષાદળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓ દ્વારા મંગળવારે સાંજે હુમલો શરૂ કરાયો હતો અને બુધવારે બપોર સુધી હિંસાનું તાંડવ ચાલતું રહ્યુ હતું. આતંકી હુમલા બાદ અફઘાન સુરક્ષાદળોએ પણ વળતી કાર્યવાહી કરી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY