ધ્રાંગધ્રા શહેર ના ત્રણ જુદા-જુદા વિસ્તાર મા પોલીસે દરોડા કરી 14 જુગારી ને 80 હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

0
449

ધ્રાંગધ્રા શહેર મા જુગારી ઓ કીડી ની જેમ ઉભરાઇ રહ્યા છે કોઇપણ સ્થળે જાહેર મા જુગાર રમતા આવા શખ્સો દેખાઇ આવે છે ત્યારે રૂપિયા ની હારજીત નો જુગાર રમતા જુગારીઓને પણ પોલીસનો ડર નથી કાયદા ની બીક કાયદા નુ ઉલ્લંઘન કરતા જાહેર મા લોકો વચ્ચે જુગાર રમતા આ લોકો કેટલાક રાહદારી ઓની નજરે સ્પષ્ટપણે ચડી જાય છે ત્યારે જાહેર મા જુગાર ની સાથે હજુ કેટલાક સ્થળો એ ખાનગી રીતે અડ્ડાઓ પણ શરૂ કરી દેવાયા છે તેવામા ધ્રાંગધ્રા શહેર મા જુગાર પર બંદી નાથવા માટે પીઆઇ એન.કે.વ્યાસ ની કડક સુચના ના પગલે સમગ્ર પોલીસ સ્ટાફ ખુબજ સજાગતા થી પેટ્રોલીંગ કરી ગઇકાલે ધ્રાંગધ્રા ના ત્રણ જુદાજુદા વિસ્તાર માથી કુલ 14 જુગારી ને જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધા હતા જેમા પ્રથમ શહેર ના મયુરનગર વિસ્તાર મા ચાલતા જાહેર જુગારધામ પર દરોડો કરતા અબ્દુલ અલ્લારખાભાઇ, તળશી અબ્દુલભાઇ, સુરેશ ચતુરભાઇ, ચંદ્રકાંત શંકરભાઇ, ફીરોઝ અલ્લારખાભાઇ, ભરત ભીખાભાઇ, વિઠ્ઠલ રામજીભાઇને 8 હજાર રુપિયા રોકડ તથા મોબાઇ નંગ 3 અને 2 મોટરસાઇકલ એમ કુલ મળી 65 હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી.
જ્યારે ધ્રાગધ્રા શહેર ના મદીના મસ્જીદ વિસ્તાર પાસે દરોડો કરતા ગનીભાઇ ભટ્ટી તથા યાશીનભાઇ કાળુભાઇ નામ ના બન્ને શખ્સો ને એકબીજા સાથે જુગાર રમતા કુલ 5 હજાર ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી.
તેવામા ધ્રાંગધ્રા શહેર ના કાનાના મંદિર વિસ્તાર પાસે જાહેર મા જુગાર રમતા હોવાની બાતમી સીટી પોલીસ ને મળતા કુળદીપસિંહ ઝાલા, નરેશભાઇ મેર, દશરથભાઇ રબારી સહિતનાઓ તુરંત તે સ્થળે જઇ દરોડો કરતા જાહેર મા ગંજીપાતા નો જુગાર રમતા કેટલાક શખ્સો વચ્ચે ભાગદોડ શરુ થઇ હતી જ્યારે પોલીસ ની સમય સુચકતાના લીધે દરેક જુગારીઓ ભાગવામા નિષ્ફળ રહેતા તમામ પોલીસ ના ઝપટે ચડી ગયા હતા જેમા રાજેશ નટવરભાઇ, મોતી ચતુરભાઇ, ભરત બુધાભાઇ, સોમા બીજલભાઇ તથા ખીમા સુરાભાઇ ને પાસે થી રોકડ 3630 તથા મોબાઇલ નંગ 5 કિમત રૂપિયા 1700 એમ કુલ મળી 10630 ના મુદ્દામાલ સાથે તમામ પાંચેય જુગારી ને ઝડપી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી છે જ્યારે ધાંગધ્રા શહેરના અલગ-અલગ ત્રણ જુગારધામ પર દરોડો કરતા અન્ય જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY