ત્રિપુરાઃ બાંગ્લાદેશ બૉર્ડરથી ઘૂસણખોરી કરતા ૩૧ રોહિંગ્યા ઝડપાયા

0
5

ચાર દિવસથી ભારત-બાંગ્લા સરહદે જીરો પોઇન્ટથી ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હતા
અગરતલા,તા.૨૨
ત્રિપુરા ખાતેની બાંગ્લાદેશ બોર્ડરથી બીએસએફના ચાર અધિકારીઓએ ૩૧ રોહિંગ્યાઓને ઝડપી પાડ્યા છે. આ શખ્સ્સો છેલ્લા ચાર દિવસથી ભારત-બાંગ્લાદેશ સરહદે જીરો પોઈન્ટથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા હતા. ઝડપાયેલા આ રોહિંગ્યાઓને બીએસએફએ અગરતલાના અમતાલી પોલીસને સોંપી દીધા છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં ૧૨ બાળકોનો પણ સમાવેશ થાય છે.
નોર્થ ત્રિપુરાની જિલ્લા પોલીસના મતે ૩૧ રોહિંગ્યા મુસ્લિમોને ચુરાઈબારીમાં ગૌહાટી જતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ૧૨ બાળકો અને નવ મહિલા સહિત ૩૧ શખ્સો છે. ધરપકડ કરવામાં આવેલા શખ્સોની પૂછપરછ શરૂ થઈ છે. બીએસએફએ માનવતાના આધારે ઝડપાયેલા શખ્સોને મૂળભૂત સુવિધાઓ આપવાની વાત કહી છે. જાકે તેમની ઓળખ જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY