ઇવીએમ હેક વિવાદ બાદ ચૂંટણી પંચ સક્રિય, દિલ્હી પોલીસને તપાસના આપ્યા આદેશ

0
28

ન્યુ દિલ્હી,તા.૨૨
ઈવીએમને લઈને ઉભો થયેલો અને વકરી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ચૂંટણીએ પંચે દિલ્હી પોલીસને પત્ર લખીને આ મામલે એફઆઈઆર નોંધી સમગ્ર કેસની તપાસ હાથ ધરવાની માંગણી કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, લંડનમાં યોજાયેલા કાર્યક્રમમાં સૈયદ શુજા દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ કરવામાં આવે. શુજાએ દાવો કર્યો હતો કે, ભારતમાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ હેક કરવામાં આવી શકે છે.
ચૂંટણી પંચે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, કેટલાક મીડિયા અહેવાલ મારફતે એ વાત ધ્યાનમાં આવી છે કે, સૈયદ શુજાએ દાવો કર્યો છે કે, તે ઈવીએમ ડિઝાઈન ટીમનો સભ્ય હતો અને તે ભારતમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમને હેક કરી શકે છે. ચૂંટણી પંચેએ દિલ્હી પોલીસને આ દિશામાં તપાસ હાથ ધરવા કહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY