સુરત, તા. ૨૭
માંડવી તાલુકાના ટુકેદ ગામ કદવાળી ફળીયામાં રહેતા એક યુવક પર જુની અદાવત રાખી લાકડાના ફટકા વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઅો પહોંચાડી ચૌધરી દંપતિ ફરાર થઈ ગયું હતું. માંડવી પોલીસે મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના ટુંકેદ ગામ ખાતે અલ્પેશ હકમાભાઈ ગામીત રહે છે. ગત દિવસોમાં ટુકેદ પટેલ ફળીયામાં રહેતા રાહુલભાઈ અનિલભાઈ ચૌધરી તથા પુષ્પાબેન અનિલભાઈ ચૌધરી સાથે અલ્પેશનો ઝગડો થયો હતો. રાહુલ ચૌધરીનો વૈભવના કાકાની પુત્રી હેમનાબેન સાથે આડા સંબંધનો વહેમ રાખી અલ્પેશ તેને કહેવા જતાં રાહુલ અને તેની પત્ની પુષ્પાબેને અલ્પેશને ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાંકવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. માંડવી પોલીસ મથકે ઈજાગ્રસ્ત અલ્પેશ ગામીતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






