સ્માર્ટસીટી પ્રોજેક્ટ સંદર્ભે મહાનગરપાલિકાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો

0
324

સુરત, તા.૨૭
સુરત મહાનગરપાલિકાને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંગે વિવિધ સુવિધા માટે વધુ એક રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
સુ.મ.પા.એ આઈટીએમએસ, આઈટી (એમએસી) અને એજીસીએસ હેઠળ જે કામગીરી કરેલ છે તેની નોîધ કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ હોવાની આ મહત્વપૂર્ણ ઘટના છે. બીઆરટીએસ, સીટી બસ સર્વિસીસમાં ઉક્ત નવીનતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સુ.મ.પા.એ નાગરિકોને ત્વરીત, ઉત્કૃષ્ટ સુવિધા પૂરી પાડેલ ચે. જેના માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈન્ડિયા મોબાઈલ કોગ્રેસનું આયોજન નવી દિલ્હીના એરોસીટી ખાતે તા.૨૫ થી ૨૯ અોક્ટોબર દરમ્યાન આયોજન કરવામાં આવ્યું. સદરહુ કાર્યક્રમનું ઉદ્ઘાટન મા.મંત્રી મનોજ સિંહા, મિનીસ્ટર અોફ કોમ્યુનિકેશન અને રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા કરવામાં આવેલ. સદરહુ કાર્યક્રમને મા.મંત્રી દ્વારા એક મહત્ત્વની ઘટના, ગણાવવામાં આવેલ. તેમજ તેમને ડિજીટાઈસેઝનનું મહત્ત્વ, ભારત દેશના આર્થિક વિકાસ સાથે સંકળાયેલ છે તેના પર ખાસ મહત્ત્વ આપેલ.
સદરહુ ઈન્ડિયા મોબાઈલ કોîગ્રસ, દક્ષિણ એશિયાનું સૌથી મોટું ટેલીકોમ ફોરમ છે. આ કાર્યક્રમના ભાગરૂપે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ દ્વારા એક્સેલન્સ ઈન ઈન્ફોર્મેશન, કોમ્યુનિકેશન એન્ડ ટેલીકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં એવોર્ડ એનાયત કરવામાં આવે છે. સદરહુ એવોર્ડ, ઉક્ત ક્ષેતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવે છે. આ એવોર્ડ નવીનતમ કામગીરી કરવા બદલ આપવામાં આવે છે. જેમાં સ્માર્ટ સીટી, ડિજીટલ ટેક્નોલોજી, ગ્રીન ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY