આહવા, તા.૨૮
આગામી તા.૧લી માર્ચ, ૨૦૧૯નાં રોજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડમાં સવારે ૧ર વાગ્યે, ડાંગ જિલ્લા આયોજન મંડળની બેઠક આયોજિત કરવામાં આવી છે.
જિલ્લા આયોજન અધિકારી શ્રી ટી.કે.ડામોર તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સને ર૦૧૯/ર૦નાં વર્ષના આયોજન મંડળના કામોની ચર્ચા વિચારણા અર્થે યોજાનારી આ બેઠકમાં જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ તથા સમિતિના સભ્યોને સમયસર પૂરતી વિગતો સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



