ભારત સરકારે કરતારપુર કોરિડોર માટે આલિશાન યાત્રી ટર્નિલ બનાવવાની મંજૂરી આપી

0
23

ન્યુ દિલ્હી,તા.૧૦
ભારત સરકારે કરતારપુર કોરિડોર માટે આલીશાન યાત્રી ટર્નિલ બનાવવાની મંજૂરી આપી છે. આ ટર્મિનલ ગુરદાસપુર જિલ્લાના ડેરાબાબા નાનકમાં બનશે. ૧૯૦ કરોડ રૂપિયાની કિંમતથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કોરિડોર બનાવવામાં આવશે. પહેલા તબક્કામાં આ ૧૫ કરોડમાં બનશે. જેમાં ૫૦૦૦ સંગતનો રોકાવવાની વ્યવસ્થા હશે. ૩૦૦ ફુટ ઉંચા સ્મારક પર ત્રિરંગો ફરકાવવામાં આવશે.
ટર્મિનલમાં યાત્રિકો માટે તમામ આધુનિક સુવિધાઓ હશે. જેને બે તબક્કામાં વિકસિત કરવામાં આવશે. એમએચએ અધિકારીઓએ કહ્યું કે ડિઝાઈન અને ગુણવત્તાના માપદંડોને ગુરુ નાનક દેવના અનુયાયીઓની આકાંક્ષાઓ અને ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. નવેમ્બર ૨૦૧૯માં ગુરુ નાનક દેવની ૫૫૦મી જયંતિથી પહેલાં તેને પૂર્ણ કરવામાં આવશે.
૨૧,૬૫૦ ચોરસ મીટરનો બિલ્ટ અપ ક્ષેત્ર પૂરી રીતે એર કન્ડીશનર હશે. રોજ લગભગ ૫૦૦૦ સગતની સુચારુ રીતે આવનજાવન અને રોકાવવાની વ્યવસ્થા હશે. પરિસરમાં ક્લોકરૂમ અને પાર્કિગ સ્થાન માટે ખુલ્લાં ક્ષેત્ર હશે.
એક આગંતુક ગેલેરી, એક હોસ્પિટલ, તીર્થયાત્રિઓ માટે રહેવાની સુવિધાનો વિકાસ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY