કર્મચારીઓની હડતાળને પગલે આરોગ્ય સેવાને વ્યાપક અસર
સુરત, તા. ૦૬
સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આજે કાળી પટ્ટી ધારણ કરી દેખાવો યોજી હડતાળ પાડી હતી પડતર માંગણી સંદર્ભે સરકાર તરફથી કોઈ ઉકેલ નહીં આપતા કર્મચારીઓ માસ સામેલ મૂકી હડતાળ પાડી હતી.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ મુજબ તા. ૬/૨/૨૦૧૯ના રોજ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હેઠળ ફરજ બજાવતા મ.પ.હે.વ., ફિમેલ હેલ્થ વર્કર બહેનો, સ્ટાફ નર્સ, મ.પ.હે.સુ. રિ.હે.સુ. લેબોરેટરી ટેકનીશીયનો, ફાર્માસીટી માસ સી-એલ પર જનાર છે. ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગર દ્વારા વારંવાર આરોગ્ય કર્મચારીઓના દસ્ જેટલા પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરવા છતાં સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક કાર્યવાહી ન કરતા તા. ૨૧/૧/૨૦૧૯થી ૨૫/૧/૨૦૧૯ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરેલ છે. છતાં પણ પડતર પ્રશ્નોના ઉકેલ ના આવતા ના છૂટકે ગાંઘી ચિંઘ્યા માગે તમામ કમૃચારીઓ માસ સી.એલ. મૂકી જિલ્લા પ઼ચાયત કચેરી સુરત ખાતે સવારે ૯.૦૦ વાગ્યાથી ૪-૦૦ વાગ્યા સુધી ભેગા રહી વિવિધ કાર્યક્રમો જેવા કે સફાઈ કાર્યક્રમ, રામધૂન અને બ્લડ ડોનેશ કેમ્પ કરનાર છે. જેમાં સુરત જિલ્લાના તમામ કેડરના આશરે ૮૫૦થી વધુ કર્મચારીઅો દ્વારા માસ સી.એલ. મૂકવામાં આવી છે. જેની અસર આરોગ્યની તમામ સેવામાં પડનાર છે. એવું અખબારી યાદીમાં પ્રમુખ અશ્વિન પટેલ, મહામંત્રી પ્રવીણ પટેલ, કન્વીનર બકુલ પટેલ, દિલીપ કોટક, આચાર્યભાઈ, કલાબેન કેતન રણા, સંદીપ ચૌધરી, હસમુખ પટેલ વિગેરે જણાવે છે.
માસ સી.એલ. પર જવાથી આરોગ્યની સેવા પ્રા. આ. કેન્દ્ર ખાતે દરદીઓના લોહીઓની તપાસ, દરદીઅોને દવા તેમજ સમગ્ર ભારત દેશમાં કરવામાં આવતા બુધવારના દિવસના મમતા ડેની કામગીરી પણ અસર થનાર છે. મમતા ડેની કામગીરી ન થવાથી સગર્ભા માતાની તપાસ સગર્ભા માટે ધનૂર વિરોધી રસીઓ તેમજ નાના બાળકોનો પોલીયોની રસી, બીસીજીની રસી પેષ્ટાની રમી, ઓરીની રસી વિગેરે રસીઓ મમતા દિવસની કામગીરી અસર થઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



