ડાંગ જિલ્લામાં બોર્ડની પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો બંધ રહેશે

0
7

ચાર કે તેથી વધુ શખ્સોના એકત્ર થવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો
આહવા, તા.૨૮
આગામી તા.૭ થી ર૩ માર્ચ, ૨૦૧૯ દરમિયાન રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ યોજાનારી ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષાઓ સંદર્ભે જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાવાળા વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા સાથે, આ વિસ્તારમાં ચાર કે થી વધુ વ્યક્તિઓના અનઅધિકૃત પ્રવેશ, અને સભા સરઘસબંધી ફરમાવવામાં આવી છે.
ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોરે જારી કરેલા એક જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લામાં તા.૭/૩/ર૦૧૯ થી ર૩/૩/ર૦૧૯ દરમિયાન આહવાના (૧) સરકારી માધ્યમિક શાળા, (ર) એકલવ્ય મૉડેલ રેસિડેન્સિય સ્કૂલ, (૩) એકલવ્ય મૉડેલ રેસિડેન્સિયલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા, (૪) દીપદર્શન સ્કૂલ તથા (પ) વલ્લભ વિદ્યાલય ઉત્તર બુનિયાદી શાળા સહિત વઘઇ ખાતે (ર) સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને (ર) તાલુકા પ્રાથમિક શાળા સહિત માલેગામ ખાતે (૧) સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર અને એકલવ્ય મૉડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, સાપુતારા ખાતે (૧) ૠતુંભરા કન્યા વિદ્યાલય અને એકલવ્ય મૉડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, સુબિર ખાતે (૧) નવજ્યોત હાઇસ્કૂલ, સાકરપાતળ ખાતે (૧) સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, અને પિંપરી ખાતે (૧) સરકારી માધ્યમિક શાળા ખાતેના પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યાવાળા વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ સેન્ટરો સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૬ઃ૩૦ વાગ્યા સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે આ વિસ્તારમાં ચાર કે તેથી વધુ શખ્સોના એકત્ર થવા સાથે સભા, સરઘસબંધી પણ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો પોકારવા સાથે અફવા ફેલાવવા ઉપર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY